For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

વ્હીલચેર પણ રોકી ન શકી સપનાની ઉડાન, વાંચો સ્મિત ચાંગેલાની સંઘર્ષગાથા

12મા કોમર્સમાં સારા માર્કસ મેળવનારા તમામ વિદ્યાર્થીઓ માટે આનંદની ક્ષણ હતી, જેમનું શનિવારના રોજ પરિણામ જાહેર થયું હતું, પરંતુ સ્મિત ચાંગેલા માટે તે ખૂબ જ ખાસ દિવસ હતો.

|
Google Oneindia Gujarati News

રાજકોટ : 12મા કોમર્સમાં સારા માર્કસ મેળવનારા તમામ વિદ્યાર્થીઓ માટે આનંદની ક્ષણ હતી, જેમનું શનિવારના રોજ પરિણામ જાહેર થયું હતું, પરંતુ સ્મિત ચાંગેલા માટે તે ખૂબ જ ખાસ દિવસ હતો.

Smit Changela

વ્હીલચેર પર બેસીને તેની શાળામાં આવેલા વિદ્યાર્થીએ 99.97 પર્સેન્ટાઈલ મેળવ્યા હતા અને બે પેપરમાં તેને પૂરા માર્ક્સ મળ્યા હતા. તેણે એક રાઇટરની મદદથી પરીક્ષા આપી હતી.

સ્મીત ચાંગેલા માત્ર ત્રણ મહિનાનો હતો, ત્યારથી ન્યુરોપેથીથી પીડાતો હતો અને તેના હાથ અને પગ બરાબર કામ કરતા નથી, પરંતુ તેની શારીરિક સ્થિતિથી તે ડગમગતો નથી.

સ્મીત ચાંગેલા કહે છે કે, હું IAS ઓફિસર બનવા માંગુ છું અને હવે હું સિવિલ સર્વિસ પરીક્ષાની તૈયારી શરૂ કરીશ. હું મારા દેશની સેવા કરવા માંગુ છું અને હું મારા જેવા દિવ્યાંગોને વધુ તક આપવા માંગુ છું.

સ્મીત ચાંગેલાએ આંકડાશાસ્ત્ર અને અર્થશાસ્ત્રના પેપરમાં 100 માંથી 100 માર્ક્સ મેળવ્યા હતા અને અકાઉન્ટન્સીમાં તેમણે 100માંથી 99 માર્ક્સ મેળવ્યા હતા. લોકડાઉન દરમિયાન, જ્યારે અન્ય કિશોરોને ઓનલાઈન ગેમ્સ અને મૂવીઝની આદત પડી ગઈ, ત્યારે સ્મીત ચાંગેલાએ તેના ફોનનો ઉપયોગ કરીને ઓનલાઈન બિઝનેસ શરૂ કર્યો હતો. તે પોતાની આંગળીઓ વડે મોબાઈલ ફોન ઓપરેટ કરી શકતો નથી, પરંતુ ફોન ઓપરેટ કરવા માટે તે તેના નાકનો ઉપયોગ કરે છે. આ સ્થિતિમાં પણ તેણે કપડા વેચવાનો ઓનલાઈન બિઝનેસ શરૂ કર્યો અને મહિને 6,000 થી 8,000 રૂપિયાની કમાણી શરૂ કરી હતી.

તેમના પિતા મોરબીમાં સિરામિક ફેક્ટરી ધરાવે છે અને તેમના અભ્યાસને સહયોગ આપવા માટે તેમને કમાવાની જરૂર નથી, પરંતુ તેઓ બતાવવા માંગતા હતા કે, તેઓ કંઈક કરી શકે છે.

English summary
Wheelchair could not stop the flight of dreams, know the struggle story of Smit Changela.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X