For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ગુજરાતઃ સત્તારુઢ ભાજપ પોતાના જ ગઢમાં ઘેરાઈ, 300 ભાજપીઓએ AAP જોઈન કર્યુ, સિલસિલો ચાલુ

છેલ્લા ઘણા દિવસોમાં સેંકડો ભાજપીઓએ 'કમળ'ને છોડીને હાથમાં 'ઝાડુ' પકડી લીધુ છે.

|
Google Oneindia Gujarati News

સુરતઃ ગુજરાતના નગર નિગમ તેમજ નગર પંચાયતની ચૂંટણીમાં પહેલી વાર ઉભા રહીને જીત નોંધાવનાર આમ આદમી પાર્ટી(આપ)ના હોંસલા બુલંદ છે. આમ આદમી પાર્ટી હવે અહીં સત્તારુઢ ભાજપ પર ભારે પડી રહી છે. ગુજરાત ભાજપનો ગઢ રહ્યો છે અને કોંગ્રેસ-એનસીપી સહિત અન્ય બધા પક્ષો તેને હરાવી શક્યા નથી પરંતુ મહાનગરપાલિકા ચૂંટણીમાં પહેલી વાર 27 સીટો જીતનાર આમ આદમી પાર્ટીએ ભાજપને પરસેવો છોડાવી દીધો. આમ આદમી પાર્ટીનુ પ્રદર્શન ચૂંટણી સુધી જ સીમિત નથી પરંતુ તે ભાજપના કાર્યકર્તાઓને પણ ખૂબ જ આકર્ષિત કરી રહ્યુ છે.

aap sutrat

છેલ્લા ઘણા દિવસોમાં સેંકડો ભાજપીઓએ 'કમળ'ને છોડીને હાથમાં 'ઝાડુ' પકડી લીધુ છે. ઝાડુ આમ આદમી પાર્ટીની નિશાની છે. આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રવકતા યોગેશ જાદવાણીનુ કહેવુ છે કે ભાજપે ગંદી રાજનીતિ કરી અને તેના કાર્યકર્તા હવે અમારી સ્વચ્છ રાજનીતિથી પ્રભાવિત થઈને અમારી સાથે જોડાઈ રહ્યા છે. તેમણે દાવો કર્યો કે બે દિવસોમાં 200થી વધુ ભાજપી આમ આદમાી પાર્ટીમાં આવ્યા. સપ્તાહમાં લગભગ 300 ભાજપ કાર્યકર્તા આમ આદમી પાર્ટીનો પાલવ પકડી ચૂક્યા છે. જાદવાણીએ કહ્યુ કે આ સિલસિલો હજુ પણ ચાલુ છે.

આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રવકતા યોગેશ જાદવાણીએ કહ્યુ કે સુરત જિલ્લામાં અમારી દમદાર એન્ટ્રી થઈ. અહીંના લોકો દિલ્લીમાં કેજરીવાલ સરકારના કામની પ્રશંસા કરે છે અને અમારી પાર્ટી પણ અહીંના લોકોની સમસ્યાઓનો અવાજ આપવામાં પાછળ નથી રહી. આ જ કારણ છે કે મોટી સંખ્યામાં મહિલાઓ પણ આપ પાર્ટી સાથે જોડાઈ રહી છે. અમને લાગે છે કે આવનારા દિવસોમાં અન્ય ભાજપ નેતા અને પદાધિકારી પણ અમારી સાથે જોડાશે.

English summary
300 BJP workers of Surat joined Aam Aadmi Party in Gujarat.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X