સુરતઃ 47 વર્ષીય પુરુષ નર્સ કોરોના સામેની જંગ હાર્યા

સુરતઃ 47 વર્ષીય પુરુષ નર્સ કોરોના સામેની જંગ હાર્યા

સુરતઃ કોરોના વાયરસે સમગ્ર ગુજરાતમાં હાહાકાર મચાવી રાખ્યો છે. તેમાં પણ ખાસ કરીને સુરતની હાલત અમદાવાદથી પણ વધુ કફોડી બનતી જઇ રહી છે. સુરતમાં દિવસેને દિવસે હરણફાડ ગતિએ કોરોના વાયરસના કેસ વધી રહ્યા છે. ગુરુવારે સુરતની નવી સિવિલ હોસ્પિટલના 47 વર્ષીય નર્સ સુનિલ નિમાવત નિમાવતનો કોરોનાએ જીવ ભરખી લીધો. સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં એક જ અઠવાડિયામાં આ બીજા સ્ટાફનું કોરોનાના કારણે નિધન થયું છે.

coronavirus

જણાવી દઇએ કે 20 જુલાઇના રોજ કોરોના સામેની 14 દિવસ લાંબી લડેલી લડાઇ બાદ કોવિડ-19 હોસ્પિટલના 57 વર્ષીય હેડ નર્સ રશ્મિતા પટેલ પટેલનું મોત થયું હતું. હવે સુનિલ નિમાવતનું મોત થતાં હોસ્પિટલ તંત્રમાં શોકની લાગણી વ્યાપી ગઇ છે. સુનિલ નિમાવત 2015માં સિવિલ હોસ્પિટલ સાથે જોડાયા હતા. કોરોના વાયરસના ફેલાવા બાદ સુનિલને જનરલ વોર્ડથી કોવિડ-19 હોસ્પિટલમાં શિફ્ટ કરવામાં આવ્યા હતા. જૂન મહિનાના પહેલા અઠવાડિયામાં સુનિલ નિમાવતને કફ અને તાવની ફરિયાદ બાદ કોરોના પોઝિટિવ રિપોર્ટ આવ્યો હતો.

ટીઓઆઇના અહેવાલ મુજબ સુનિલ નિમાવત ન્યુમોનિયાથી પીડાતા હતા અને ગુરુવારે તેની હાલત બહુ કથડી ગઇ હતી, સવારે 8 વાગ્યાની આસપાસ સુનિલ નિમાવે પોતાના અંતિમ શ્વાસ લીધા હતા.

કોરોના વાયરસની સ્થિતિ ચિંતાજનક

ગુજરાતમાં કોરોના વાયરસથી સ્થિતિ ચિંતાજનક છે, અત્યાર સુધીમાં ગુજરાતમાં 52,477 જેટલા કેસ નોંધાયા છે, હજી પણ 12,247 કેસ સક્રિય છે. અત્યાર સુધીમાં 2252 જેટલા લોકો મૃત્યુ પામ્યા છે. દરરોજ ત્રિપલ આંકડામાં કેસ વધી રહ્યા છે. ત્યારે આગામી દિવસો હજી પણ કપરા હોય શકે છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X