વલસાડમાં ટીચર ટેલેન્ટ સર્ચ સિઝન-5માં 61 શાળા-કોલેજના શિક્ષકોએ લીધો ભાગ

વલસાડ ખાતે રોટરી ક્લબ ઓફ વલસાડ દ્વારા ટીચર ટેલેન્ટ સર્ચ સિઝન શરૂ કરવામાં આવી છે. આ ટીચર ટેલેન્ટ સર્ચની સિઝન-5 માટે 61 જેટલી શાળાઓના 350 જેટલા શિક્ષકોએ ભાગ લીધો હતો.

વલસાડ ખાતે રોટરી ક્લબ ઓફ વલસાડ દ્વારા ટીચર ટેલેન્ટ સર્ચ સિઝન શરૂ કરવામાં આવી છે. આ ટીચર ટેલેન્ટ સર્ચની સિઝન-5 માટે 61 જેટલી શાળાઓના 350 જેટલા શિક્ષકોએ ભાગ લીધો હતો. જેમાં વિવિધ 8 સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. વકતૃત્વ સ્પર્ધા, સોલો સિંગિંગ, ક્વિઝ, ગૃપ સિંગીંગ, અંતાક્ષરી, ઓન ધ સ્પોટ સ્ટોરી ટેલિંગ, સોલો ડાન્સ અને ગૃપ ડાન્સ જેવી સ્પર્ધાઓમાં કુલ 350થી વધુ સ્પર્ધકોએ ભાગ લીધો હતો.

Valsad

રોટરી ક્લબ ઓફ વલસાડ દ્વારા છેલ્લા 5 વર્ષથી વલસાડ અને નવસારી જિલ્લાની શાળા કોલેજોના શિક્ષકો માટે ટીચર ટેલેન્ટ સર્ચ યોજવામાં આવે છે. વલસાડના મોરારજી દેસાઈ ઓડિટોરિયમમાં આયોજિત ટીચર ટેલેન્ટ સર્ચમાં વિવિધ 61 શાળા અને કોલેજના શિક્ષકો પાર્ટીશિપેટ થયા હતા.

આ કાર્યક્રમની શરૂઆત રોટરી વલસાડના પ્રમુખ રો. સ્વાતિ શાહ દ્વારા કરવામાં આવી હતી અને ત્યારબાદ બધા કો- ઓર્ડીનેટર દ્વારા દરેક હરીફાઈને નિષ્પક્ષ રીતે કરવામાં આવી હતી. કાર્યક્રમમાં બેસ્ટ સ્કૂલ એવોર્ડ એનાયત કરવામાં આવ્યા હતા. જેમાં પ્રથમ ક્રમે અતુલ વિદ્યાલય, બીજા નંબરે વલ્લભાશ્રમ મેઈન કેમ્પસ અને ત્રીજા ક્રમે વલ્લભ આશ્રમ ડે બોર્ડિંગ સ્કૂલ વિજેતા રહી હતી. આ સમગ્ર ઇવેન્ટમાં મુખ્ય દાતા તરીકે પારુલ યુનિવર્સિટીનું યોગદાન રહ્યુ હતું.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X