For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

યુદ્ધ વચ્ચે સુરતના 8 વિદ્યાર્થીઓ યુક્રેનમાં ફસાયા!

રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ ફાટી નીકળ્યું છે. જેના પરિણામે યુક્રેન ભણવા ગયેલા સુરતના ૫૦થી વધુ વિદ્યાર્થીઓ અટવાઈ પડ્યા છે. યુક્રેનમાં વિદ્યાર્થીઓને ઘરે જ રહેવાનો આદેશ આપવામાં આવ્યો છે.

By Desk
|
Google Oneindia Gujarati News

રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ ફાટી નીકળ્યું છે. જેના પરિણામે યુક્રેન ભણવા ગયેલા સુરતના ૫૦થી વધુ વિદ્યાર્થીઓ અટવાઈ પડ્યા છે. યુક્રેનમાં વિદ્યાર્થીઓને ઘરે જ રહેવાનો આદેશ આપવામાં આવ્યો છે. ડરી ગયેલા વિદ્યાર્થીઓ વાલીઓને વિનંતી કરી રહ્યા છે કે અમારા માટે વહેલામાં વહેલી તકે ભારત આવવાની વ્યવસ્થા કરવામાં આવે. ચિંતિત વાલીઓએ વિદ્યાર્થીઓને ટૂંક સમયમાં ભારત લાવવાની વ્યવસ્થા કરવા કલેક્ટરનો સંપર્ક કર્યો છે.

Surat

યુક્રેનમાં અભ્યાસ કરતી વિભૂતિના વાલી અશોક પંચોલીએ જણાવ્યું કે આજે સવારે 11 વાગ્યે તેણે તેની પુત્રી સાથે વાત કરી હતી. વિદ્યાર્થીઓ ખૂબ જ ડરી ગયા હતા. વર્તમાન પરિસ્થિતિમાં દરેકને ઘરમાં જ રહેવાની ફરજ પડી છે. તમામ વિદ્યાર્થીઓએ તાત્કાલિક ભારત પરત ફરવું પડશે પરંતુ ફ્લાઈટ ન હોવાથી તેઓ આવી શકતા નથી. તેથી અમે સરકારને વિનંતી કરીએ છીએ કે અમારા બાળકોને તાત્કાલિક ભારત લાવવાની વ્યવસ્થા કરવામાં આવે.

વાલીઓ સાથે વોર્ડ નંબર 22ના કાઉન્સિલર દિપેશ પટેલે જણાવ્યું હતું કે, માતા-પિતા અમારી પાસે મદદ માટે આવ્યા હતા. તેથી અમને જાણવા મળ્યું કે પ્રારંભિક તબક્કે 8 થી 10 વિદ્યાર્થીઓ યુક્રેનમાં હતા. જેથી અમે વિદ્યાર્થીઓના પરત આવવા માટે ભાજપના પ્રમુખ સી.આર.પાટીલ અને ગૃહમંત્રી હર્ષ સંઘવી અને કલેકટરને રજૂઆત કરી છે.

English summary
8 Surat students trapped in Ukraine amid war
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X