વલસાડમાં રખડતા ઢોર પકડી પાંજરાપોળમાં મોકલવાની ઝૂંબેશ હાથ ધરાઈ!

વલસાડ સહિત સમગ્ર ગુજરાતમાં રસ્તા પર રખડતા ઢોરના કારણે ટ્રાફિક જામ અને વાહન ચાલકો તેમજ રાહદારીને અડફેટે લેવાના બનાવ વધી રહ્યા છે. ત્યારે, તાજેતરમાં મુખ્યમંત્રીએ રખડતાં ઢોરને હટાવવા સક્રિય થવા સૂચના આપી હતી.

વલસાડ સહિત સમગ્ર ગુજરાતમાં રસ્તા પર રખડતા ઢોરના કારણે ટ્રાફિક જામ અને વાહન ચાલકો તેમજ રાહદારીને અડફેટે લેવાના બનાવ વધી રહ્યા છે. ત્યારે, તાજેતરમાં મુખ્યમંત્રીએ રખડતાં ઢોરને હટાવવા સક્રિય થવા સૂચના આપી હતી. રખડતા ઢોરને પાંજરે પૂરવા અને પશુપાલકો સામે દંડનીય કાર્યવાહી કરવા માટે માંગ ઉઠી હતી. જેથી વલસાડ નગરપાલિકાએ છેલ્લા 2 દિવસમાં રસ્તા પર અડીંગો જમાવતા ઢોર પકડી પાંજરાપોળમાં મોકલ્યા હતા.

Valsad

વલસાડ શહેરમાં રખડતા ઢોરને પકડવા માટે ઘણા લાંબા સમયથી ફરિયાદ ઉઠી હતી. જે મુજબ વલસાડ નગરપાલિકા દ્વારા શહેરમાં જાહેર રસ્તાઓ ઉપર ટ્રાફિકને અડચણરૂપ રખડતા ઢોરને કબજે કરી વલસાડના પાંજરાપોળમાં શીફ્ટ કરવા માટે વલસાડની પ્રાણિમ ફાઉન્ડેશન અને અગ્નિવીર ગૌ રક્ષક સમિતિને કામગીરી સોંપવામાં આવી છે. જે અન્વયે છેલ્લા 2 દિવસમાં 10 જેટલા રખડતા પશુઓને કબજે કરવામાં આવ્યા હતા. આગામી દિવસોમાં પણ આ કામગીરી સતત ચાલુ રહેશે.

આ અંગે વલસાડ નગરપાલિકાના ચીફ ઓફિસર અને પાલિકા પ્રમુખે જણાવ્યું કે, પશુપાલકોએ કબજા હેઠળના રખડતા પશુઓને જાહેર રસ્તા પર નહીં રાખી તમારા કબજા હેઠળ રાખજો. અન્યથા તમારા રખડતા પશુઓને કબજે કરવાની તથા દંડનીય કાર્યવાહી કરવાની વલસાડ પાલિકાને ફરજ પડશે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X