For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સુરતીઓ પર મોંઘવારીનો વધુ એક માર, સુમુલ ડેરીએ દૂધના ભાવમાં આટલો વધારો કર્યો!

કોરોનાના કારણે ધીમી પડી ગયેલા લોકોનું જીવન હવે ધીમે ધીમે પાટા પર આવી રહ્યું છે. આ દરમિયાન સામાન્ય નાગરિકો એક પછી એક મોંઘવારીનો ભોગ બની રહ્યા છે.

By Desk
|
Google Oneindia Gujarati News

સુરત : કોરોનાના કારણે ધીમી પડી ગયેલા લોકોનું જીવન હવે ધીમે ધીમે પાટા પર આવી રહ્યું છે. આ દરમિયાન સામાન્ય નાગરિકો એક પછી એક મોંઘવારીનો ભોગ બની રહ્યા છે. પેટ્રોલ અને ડીઝલના ભાવ વધારાના કારણે ટ્રાન્સપોર્ટેશનનો ખર્ચ વધી ગયો છે, જેના કારણે સુમુલ દૂધના ભાવમાં પણ વધારો જોવા મળ્યો છે. 1 માર્ચથી અમૂલ દૂધના ભાવમાં વધારો કર્યા બાદ હવે સુમુલ દૂધના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે. જેના કારણે સુરતની જનતા પણ મોંઘવારીનો વધુ એક માર પડ્યો છે.

Sumul Dairy

સુમુલ દૂધના ભાવમાં ટ્રાન્સપોર્ટેશન ખર્ચના કારણે વધારો થયો છે. જેના કારણે ગોલ્ડ દૂધ હવે 62 રૂપિયા પ્રતિ લિટર, સુમુલ ગાયનું દૂધ હવે 50 રૂપિયા પ્રતિ લિટર અને તાજા દૂધ હવે 48 રૂપિયા પ્રતિ લિટરના ભાવે મળશે. આ ભાવ વધારાને કારણે લોકો પર રોજનો 24 કરોડનો બોજ વધશે. નોંધનીય છે કે સુમુલ દ્વારા દરરોજ 12 લાખ લિટર દૂધનું વેચાણ થાય છે. જો કે, પેકિંગ મટિરિયલની પ્રિન્ટિંગને કારણે અમૂલના ભાવમાં વધારો કર્યાના આટલા દિવસો પછી સુમુલે તેની પ્રોડક્ટના ભાવમાં વધારો કર્યો છે. જણાવી દઈએ કે 9 મહિના પહેલા જૂનમાં સુમુલ દ્વારા દૂધના ભાવમાં 2 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો હતો.

અહીં તમને જણાવી દઈએક કે, અમૂલે ભાવ વધારો કર્યા બાદ મોટાભાગની સ્થાનિક અને રાજ્યની ડેરીઓએ ભાવમાં 2 રૂપિયા સુધીનો વધારો કર્યો છે.

English summary
Another blow to inflation in Surat, Sumul Dairy has increased the price of milk so much!
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X