For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સુરત કોર્ટમાં હાજર રહ્યા રાહુલ ગાંધી, જાણો શું આપ્યું નિવેદન

ગત લોકસભાની ચૂંટણીમાં ચૂંટણીનો પ્રચાર કરતા સમયે વાયનાડમાં યોજાયેલી એક જાહેર સભામાં સંબોધન કરતા રાહુલ ગાંધીએ મોદી અટક પર એક વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતું.

|
Google Oneindia Gujarati News

સુરત : ગત લોકસભાની ચૂંટણીમાં ચૂંટણીનો પ્રચાર કરતા સમયે વાયનાડમાં યોજાયેલી એક જાહેર સભામાં સંબોધન કરતા રાહુલ ગાંધીએ મોદી અટક પર એક વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતું. આ નિવેદનને કારણે કેબીનેટમાં મંત્રી અને સુરત પશ્ચિમનાં ધારાસભ્ય પૂર્ણેશ મોદીએ રાહુલ ગાંધી વિરુદ્ધ માનહાનીનો કેસ દાખલ કર્યો હતો. આ કેસમાં રાહુલ ગાંધી આ બે વાર સુરતની કોર્ટમાં હાજર રહી ચૂક્યા છે.

Rahul Gandhi

આગામી સુનાવણી દરમિયાન રાહુલ ગાંધી કોર્ટમાં હાજર રહેશે નહી

શુક્રવારે 3 વાગે રાહુલ ગાંધી સુરત એરપોર્ટ ખાતે પહોચ્યાં હતા. ગુજરાત કોંગ્રેસ દ્વારા સુરત એરપોર્ટ ખાતે રાહુલ ગાંધીનું સ્વાગત કરાયું હતું. આ સાથે રાહુલ ગાંધી આવતા હોવાથી સુરક્ષાના ભાગરૂપે સુરતમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. આ ત્રીજી વાર છે કે, જ્યારે રાહુલ ગાંધીએ પોતાનું ફર્ધર સ્ટેટમેન્ટ આપવા માટે સુરતની કોર્ટમાં હાજર થયા હોય. આ કેસમાં ફરિયાદી પૂર્ણેશ મોદી દ્વારા વધુ એક અરજી દાખલ કરવામાં આવી હતી. જેની સુનાવણી આવતા શનિવાના રોજ થશે. જો કે, આ સુનાવણી દરમિયાન રાહુલ ગાંધી કોર્ટમાં હાજર રહેશે નહી.

પૂર્ણેશ મોદીએ દર્શાવી હાઇકોર્ટ જવાની તૈયારી

પૂર્ણેશ મોદીના વકીલ વી.બી રાઠોડે જણાવ્યું હતું કે, હાઇકોર્ટના આદેશ બાદ ચીફ કોર્ટમાં કોલારના ચૂંટણી પંચના અધિકારી અને વીડિયોગ્રાફર દ્વારા સુરત ચીફ કોર્ટમાં નિવેદન આપવામાં આવ્યું હતું. શુક્રવારના રોજ તેમની તરફથી વધુ એક અરજી ચીફ કોર્ટમાં કરવામાં આવી છે, જેમાં તેમના દ્વારા માગ કરવામાં આવી છે કે, આ કેસમાં વધુ એક સાક્ષીનું નિવેદન લેવામાં આવે. આ અંગેની સુનાવણી 30 ઓક્ટોબરના રોજ થશે. જો કોર્ટ તરફથી નિવેદન અંગે કોઇ આદેશ આપવામાં નહીં આવે, તો અરજીકર્તાએ હાઇકોર્ટ જવાની પણ તૈયારી દર્શાવી છે.

30મી ઓક્ટોબરના રોજ યોજાશે આગામી સુનાવણી

રાહુલ ગાંધીનાં વકીલ કિરીટ પાનવાલાના જણાવ્યા મુજબ, આ કેસમાં 25 ઓક્ટોબરના રોજ કોલારના ચૂંટણીપંચના અધિકારી શિલ્પ્પા તેમજ વીડિયોગ્રાફર અરુણનું નિવેદન લેવાયું છે. પૂર્ણેશ મોદી તરફથી વધુ એક અરજી કોર્ટમાં કરવામાં આવી છે, જેમાં તેમના દ્વારા માગ કરવામાં આવી હતી કે, આ કેસમાં વીડિયોગ્રાફીની સીડી બનાવનારા ચંદ્રપ્પાનું પણ નિવેદન લેવામાં આવે. આ અરજી અંગે 30 ઓક્ટોબરનાં રોજ આગામી સુનવણી હાથ ધરાશે. ઉલ્લેખનીય છે કે, આ સુનાવણી દરમિયાન રાહુલ ગાંધી હાજર રહેશે નહીં. રાહુલ ગાંધી આ કેસમાં ત્રીજીવાર કોર્ટમાં હાજર રહ્યા છે.

English summary
Addressing a public meeting in Wayanad while campaigning for the last Lok Sabha elections, Rahul Gandhi made a controversial statement on Modi's surname.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X