For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

દબાણ હટાવવા ગયેલી સુરત કોર્પોરેશનની ટીમ પર હુમલો!

આય માતા રોડ પર સતત દબાણની ફરિયાદો મળી રહી હતી, જેના કારણે દબાણ હટાવા ટુકડી સાધનો સાથે આય માતા રોડ પર પહોંચી હતી અને લોરિયા અને હાથગાડીઓ જપ્ત કરવાનું શરૂ કર્યું હતું.

By Desk
|
Google Oneindia Gujarati News

સુરત : ગુજરાતમાં હવે કાયદો અને વ્યવસ્થાના પરિસ્થિતી સતત કથળી રહી છે. સુરત મહાનગરપાલિકાની દબાણ હટાવવા ગયેલી ટુકડી પર હુમલાની વધુ એક ઘટના પ્રકાશમાં આવી છે. ગુરુવારે આઈ માતા રોડ પર અતિક્રમણ હટાવવા ગયેલી ટુકડી પર લોકોએ હુમલો કર્યો હતો. જે બાદ પોલીસને બોલાવવાની ફરજ પડી હતી.

Surat Corporation

આય માતા રોડ પર સતત દબાણની ફરિયાદો મળી રહી હતી, જેના કારણે દબાણ હટાવા ટુકડી સાધનો સાથે આય માતા રોડ પર પહોંચી હતી અને લોરિયા અને હાથગાડીઓ જપ્ત કરવાનું શરૂ કર્યું હતું. આ દરમિયાન ભીડ એકઠી થઈ ગઈ અને કાર્યવાહીનો વિરોધ કરવા લાગી. આ દરમિયાન કેટલાક લોકોએ મહાનગરપાલિકાના વાહન પર પથ્થરમારો કર્યો હતો અને પાલિકાના કાર્યકરોને ઘેરી લીધા હતા. આ દરમિયાન MNP સુરક્ષા ટીમ અને પોલીસ ઘટનાસ્થળે પહોંચી અને પરિસ્થિતિને કાબૂમાં લીધી.

તમને જણાવી દઈએ કે આ પ્રકારની ઘટના પ્રથમ વખત નથી બની, આ પહેલા પણ સુરત, અમદાવાદ, વડોદરા અને રાજકોટ સહિતના મોટા શહેરોમાં સતત આવી ઘટનાઓ બનની રહે છે. ગુજરાતમાં આવી ઘટનાઓ કાયદો અને વ્યવસ્થાની સમિક્ષા કરવા માટે પુરતી છે. આ પહેલા અમદાવાદ શહેરમાં મોટા પાયે દબાણ વિરૂદ્ધ કાર્યવાહી કરાઈ હતી ત્યારે પણ આવી ઘટનાઓ ઘટી હતી.

English summary
Attack on Surat Corporation team that went to remove encroachment!
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X