For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

વલસાડની સરકારી ઈજનેરી કોલેજને પ્રદૂષણનો પ્રશ્ન ઉકેલવા રાષ્ટ્રીય એવોર્ડ એનાયત કરાયો!

વલસાડની સરકારી ઈજનેરી કોલેજે બેંગ્લોર ખાતે યોજાયેલી સ્માર્ટ ઇન્ડિયા હેકાથોન -2022માં ભાગ લઈ રાજસ્થાન સરકારના પ્રદૂષણના પ્રશ્નનો ઉકેલ લાવવા માટે ઓટોમેટિક ફોટો બાયો રીએક્ટર બનાવ્યું હતું.

By Desk
|
Google Oneindia Gujarati News

વલસાડની સરકારી ઈજનેરી કોલેજે બેંગ્લોર ખાતે યોજાયેલી સ્માર્ટ ઇન્ડિયા હેકાથોન -2022માં ભાગ લઈ રાજસ્થાન સરકારના પ્રદૂષણના પ્રશ્નનો ઉકેલ લાવવા માટે ઓટોમેટિક ફોટો બાયો રીએક્ટર બનાવ્યું હતું. જે બદલ ભારત સરકારના શિક્ષણ મંત્રાલય દ્વારા રાષ્ટ્રીય એવોર્ડ અને 1 લાખનું ઈનામ આપવામાં આવ્યું હતું. દેશમાંથી વિવિધ ઔદ્યોગિક એકમો, રાષ્ટ્ર અને રાજ્યનાં મંત્રાલયો, સરકારી સંસ્થાઓ તેમજ અન્ય અનેક ક્ષેત્રોમાં ઉદભવતા 550થી વધુ પ્રશ્નો ઉકેલ માટે ખુલ્લા મુકાયા હતા. આ સ્પર્ધામાં સમગ્ર દેશમાંથી IIT, NIT, IIM સહિતની ઘણી ખ્યાતનામ સંસ્થાના વિદ્યાર્થીઓએ ઉપરોક્ત પ્રશ્નોના સચોટ અને સસ્ટેનેબલ ઉકેલ માટે પોતાની સંસ્થાઓ પાર્ટીશિપેટ થઇ હતી.

Valsad

બેંગ્લોર ખાતે આયોજિત હાર્ડવેર કેટેગરીની SIH- 2022ને હોસ્ટ કરતી રીવા યુનિવર્સિટી ખાતે અંતિમ રાઉન્ડમાં પોતાના વર્કિંગ મોડેલ સાથે ભાગ લેવા માટે મોકલી હતી. જ્યાં રાજસ્થાન સરકાર દ્વારા SIH-2022માં રજુ કરાયેલા પ્રોબ્લેમ એવો હતો કે, પર્યાવરણમાંથી કાર્બન લઈ તુરંત ઓક્સિજન રિલિઝ કરે એવુ સ્માર્ટ મટીરીટલ બનાવી તેનો ઉકેલ લાવવો, જેના ઉકેલ માટે વલસાડની સરકારી ઈજનેરી કોલેજના ફાયનલ યરના વિદ્યાર્થીઓની ટીમે આર્થિક રીતે પરવડે તેવુ સંપૂર્ણપણે ઓટોમેટિક ફોટો બાયો રીએક્ટર બનાવ્યું હતું. જેમાં અમુક પ્રકારના બેક્ટેરીયા કાર્બન ડાયોક્સાઈડ લઈ લે છે. તે બાબત સેન્સરની મદદ વડે બતાવવામાં પણ આવી હતી કે, પર્યાવરણમાંથી કાર્બન ઓછુ થયું છે. જેથી આ સોલ્સુશન માટે ટીમને રાષ્ટ્રીય સ્તરે એવોર્ડ મળ્યો હતો. કોલેજની આ સિધ્ધિ બદલ બેંગ્લોરની એક કંપનીએ આ ટેકનોલોજીની મદદથી સ્ટાર્ટઅપ બનાવવા માટે પણ ઓફર કરી હતી.

English summary
Awarded National Award to Government Engineering College, Valsad for solving pollution issues
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X