For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સુરતમાં વધી રહ્યા છે બ્લેક ફંગસના દર્દી, એક જ હોસ્પિટલમાં મ્યુકરમાઈકોસિસના 400થી વધુ ઑપરેશન

ગુજરાતમાં કોરોના મહામારીથી સૌથી વધુ પ્રભાવિત સુરત જિલ્લાના લોકો હવે બ્લેક ફંગસ(મ્યુકરમાઈકોસિસ)નો વધુ શિકાર બની રહ્યા છે.

|
Google Oneindia Gujarati News

સુરતઃ ગુજરાતમાં કોરોના મહામારીથી સૌથી વધુ પ્રભાવિત સુરત જિલ્લાના લોકો હવે બ્લેક ફંગસ(મ્યુકરમાઈકોસિસ)નો વધુ શિકાર બની રહ્યા છે. અહીં સુરત ન્યુ સિવિલ હોસ્પિટલમાં એવા દર્દીઓના ઑપરેશનનો આંકડો 400ને પાર થઈ ગયો છે. જેમાંથી 158 મેજર ઑપરેશન થયા જેમાં 19ની આંખ અને 30થી વધુ દર્દીઓના જડબા કાઢવા પડ્યા. ગુરુવારની વાત કરવામાં આવે તો મ્યુકરમાઈકોસિસના 3 નવા દર્દી ભરતી થયા. આ ઉપરાંત 8 દર્દી રિકવર થયા. આરોગ્ય વિભાગ તરફથી મળેલી માહિતી મુજબ હાલમાં સુરતની બંને સરકારી હોસ્પિટલોમાં 57 દર્દી ભરતી છે. અત્યાર સુધી 472 દર્દીઓના ઑપરેશન કરવામાં આવ્યા છે.

black fungus

ન્યૂ સિવિલમાં વધુ એક સ્મીમેર હોસ્પિટલમાં બુધવારે બે નવા દર્દી ભરતી થયા છે. ઈએનટી વિભાગના આસિસટન્ટ પ્રોફેસર ડૉ. આનંદ કુમારે જણાવ્યુ કે જિલ્લામાં અત્યાર સુધી મ્યુકરમાઈકોસિસના ઘણા દર્દીઓ મળી ચૂક્યા છે. હાલમાં આ સંખ્યા ઘટી રહી છે. દર્દીઓની સંખ્યા ઘટ્યા બાદ હોસ્પિટલોમાં ભરતી થનાર દર્દીઓના ઘણા વૉર્ડ બંધ કરવામાં આવ્યા છે. હાલમાં એક વૉર્ડમાં જ દર્દી ભરતી છે. આનંદકુમારે જણાવ્યુ કે અત્યાર સુધી ન્યૂ સિવિલમાં 401 મ્યુકરમાઈકોસિસ દર્દીઓના ઑપરેશન કરવામાં આવ્યા છે. જેમાંથી 158 મેજર અને અન્ય માઈનર ઑપરેશન કરવામાં આવ્યા છે. જેમાં પણ 19 દર્દીઓની આંખ કાઢવામાં આવી છે. વળી, 30થી વધુ દર્દીઓના જડબા કાઢી લેવામાં આવ્યા છે. બુધવારે પણ એક દર્દીનુ ઑપરેશન કરવામાં આવ્યુ હતુ.

બહુ મોંઘો છે આ રોગનો ઈલાજ

સુરતની કિરણ હોસ્પિટલના મથુર સવાણીએ કહ્યુ કે, 'સુરત શહેર ઉપરાંત રાજ્યની અલગ અલગ જગ્યાએથી દર્દીઓ આવી રહ્યા છે. તેમણે જણાવ્યુ કે મ્યુકરમાઈકોસિસના દર્દીઓને રોજ લગાવાતા ઈંજેક્શનની કિંમત જ 30થી 35 હજાર રૂપિયા થાય છે. આ ઉપરાંત હોસ્પિટલના બીજા ખર્ચા પણ આવે છે. કુલ મળીને બ્લેક ફંગસનો ઈલાજ ખૂબ મોંઘો છે જેનાથી સામાન્ય દર્દીની કમર તૂટી જાય છે. માટે અમારે ત્યાં ઈલાજ ખર્ચ આપવામાં અક્ષમ દર્દીઓ માટે એક લાખ રૂપિયાની સહાય રકમ આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.'

English summary
Black fungus cases increasing in Surat, more than 400 operations of mucormycosis in new civil hospital.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X