For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સુરતમાં દિવસ-રાત સળગી રહ્યા છે મૃતદેહ, સ્મશાનની ચીમની પણ ઓગળી ગઈ

સુરતમાં દિવસ-રાત સળગી રહ્યા છે મૃતદેહ, સ્મશાનની ચીમની પણ ઓગળી ગઈ

|
Google Oneindia Gujarati News

સુરતમાં કોરોનાના હાલાત બદથી બદતર થયા છે. સ્મશાનમાં 24 કલાક ચીમની સળગતી રહે છે, દરરોજ 65થી 70 મૃતદેહના અગ્નિસંસ્કાર કરવામાં આવી રહ્યા છે. પાછલા એક અઠવાડિયામાં એટલાં મૃતદેહને અગ્નિદાહ આપવામાં આવ્યો કે 6માંથી 3 ચીમની ઓગળી ગઈ છે, અને હવે આ ચીમનીઓને બદલવામાં આવી રહી છે. સતત ચીમની સળગતી હોવાના કારણે ચીમની ઓગળી રહી છે. આ ઘટના જહાંગીરપુરામાં આવેલ કુરુક્ષેત્ર સ્મશાન ગૃહની છે જ્યાં કુલ 6 ચીમની છે જે સતત ચોવિસ કલાક સળગી રહી છે.

surat

સુરતમાં કોરોનાએ કહેર મચાવ્યો છે. હોસ્પિટલમાં બેડ, આઈસીયૂ બાદ હવે શબવાહિની પણ ખૂટવા લાગ્યાં છે. એક એક શબવાહિનીમાં 6-7 મૃતદેહોને એકસાથે લઈ જવામાં આવી રહ્યાં છે. સુરતમાં મૃત્યુદર એટલો વધુ છે કે સ્મશાનમાં અગ્નિદાહ આપવા માટે પણ કલાકો સુધી ઈંતેજાર કરવો પડી રહ્યો છે. સુરતમાં કુલ ત્રણ સ્મશાન ગૃહ છે અને ત્રણેય સ્મશાન ગૃહમાં આવા પ્રકારના જ દ્રશ્યો જોવા મળી રહ્યાં છે.

મળતી માહિતી મુજબ સુરતમાં દરરોજ કોરોના ગાઈડલાઈન અંતર્ગત દોઢ સોથી પોણા બસો જેટલા મૃતદેહોના અગ્નિસંસ્કાર કરવામાં આવી રહ્યા છે. સુરતમાં જે પ્રકારનો કોરોનાનો કહેર જોવા મળી રહ્યો છે, સ્મશાનમાં વેઈટિંગ લાગેલું છે તે બહુ ભયંકર બાબત છે.

સુરતઃ બેડ, ICU અને વેંટિલેટર બાદ હવે શબવાહિનીની ખપત, જાણો સુરતના હાલસુરતઃ બેડ, ICU અને વેંટિલેટર બાદ હવે શબવાહિનીની ખપત, જાણો સુરતના હાલ

નોંધનીય છે કે રવિવારે ગુજરાતમાં 24 કલાકમાં કોરોનાના 6021 કેસ સામે આવ્યા હતા. જે રાજ્યમાં કોરોનાના સૌથી વધુ કેસનો રેકોર્ડ છે. આ ઉપરાંત પાછલા 24 કલાકમાં કોરોનાથી 55 લોકોનાં મોત થયાં છે.

લેટેસ્ટ ન્યૂઝ મોબાઈલમાં મેળવવા માટે ટેલિગ્રામમાં જોડાવ

English summary
Bodies are burning day and night in Surat, even the chimney of the crematorium has melted
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X