સુરતમાંથી 70 લાખની કિંમતનો ગાંજો ઝડપાયો!
ગુજરાતના ડાયમન્ડ સીટી સુરતમાં ગુનેગારોને મોકળુ મેદાન મળ્યુ હોય એમ લાગે છે. આવા જ એક સમાચાર સામે આવી રહ્યા છે. ગુજરાતના સુરતમાં પોલીસે એક ટ્રકમાંથી 700 કિલો ગાંજા જપ્ત કર્યો છે, જેની કિંમત 70 લાખ રૂપિયા છે.
સુરત, 14 મે : ગુજરાતના ડાયમન્ડ સીટી સુરતમાં ગુનેગારોને મોકળુ મેદાન મળ્યુ હોય એમ લાગે છે. આવા જ એક સમાચાર સામે આવી રહ્યા છે. ગુજરાતના સુરતમાં પોલીસે એક ટ્રકમાંથી 700 કિલો ગાંજા જપ્ત કર્યો છે, જેની કિંમત 70 લાખ રૂપિયા છે. એક અધિકારીએ શનિવારે આ જાણકારી આપી હતી.

મળતી વિગતો અનુસાર, સુરત પોલીસના સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG) ની ટીમે મુંબઈ તરફ જતા નેશનલ હાઈવે પર કામરેઝ ખાતે આવેલી હોટલની પાછળ પાર્ક કરેલી હરિયાણાની ટ્રકમાંથી આ ગાંજો જપ્ત કર્યો હતો. પોલીસે હાલ આ ગાંજો જપ્ત કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
પોલીસના જણાવ્યા અનુસાર, પ્રાથમિક તપાસ દરમિયાન સામે આવ્યું છે કે આ ટ્રક અરુણ નામના વ્યક્તિની છે. આશંકા છે કે આ ગાંજો ઓડિશાથી લાવવામાં આવ્યો હતો. આ કેસમાં આરોપીઓની શોધખોળ હાલ ચાલી રહી છે.












Click it and Unblock the Notifications
