For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સુરતઃ 10માં ધોરણની બે છાત્રાઓએ એસ્ટેરૉઈડની કરી શોધ, નાસાએ કરી પુષ્ટિ

ગુજરાતના સુરત શહેરની એક સ્કૂલમાં 10માં ધોરણમાં ભણતી બે છોકરીઓએ હાલમાં જ એક એસ્ટેરોઈડની ઉપસ્થિતિની દૂર્લભ શોધ કરી.

|
Google Oneindia Gujarati News

ગુજરાતના સુરત શહેરની એક સ્કૂલમાં 10માં ધોરણમાં ભણતી બે છોકરીઓએ હાલમાં જ એક એસ્ટેરોઈડની ઉપસ્થિતિની દૂર્લભ શોધ કરી. આ બે છોકરીઓ દ્વારા શોધવામાં આવેલા એસ્ટેરોઈડને હવે નાસા દ્વારા HLV2514 તરીકે નામ આપવામાં આવ્યુ છે. સુરતની આ બે છોકરીઓ વૈદૈહી વેકરિયા સંજયભાઈ અને રાધિકા પ્રફૂલ્લભાઈ લાખાણી છે. જેમની અવિશ્વસનીય શોધ એક આંતરરાષ્ટ્રીય અભિયાનના ભાગ તરીકે છે. આ છાત્રાઓએ જે એસ્ટેરોઈડની શોધ કરી તેમની આ દૂર્લભ શોધની નાસાએ પણ પુષ્ટિ કરી જે ભવિષ્યમાં આપણા ગ્રહ પાસેથી પસાર થશે.

નાસાએ તેમની દૂર્લભ શોધનો સ્વીકાર કર્યો

નાસાએ તેમની દૂર્લભ શોધનો સ્વીકાર કર્યો

નાસાએ તેમની દૂર્લભ શોધનો સ્વીકાર કર્યો અને તેના માટે એક પુષ્ટિકરણ મેલ પણ મોકલ્યો છે. વૈદેહી વેકરિયા સંજયભાઈ અને રાધિકા પ્રફૂલ્લભાઈએ લાખાણીએ આ શોધને એક આંતરરાષ્ટ્રીય અભિયાનના ભાગ તરીકે કર્યુ. પીપી સવાણી ચૈતન્ય વિદ્યા સંકુલ નામની સીબીએસઈ સ્કૂલની આ છાત્રાઓએ બે મહિનાના વિજ્ઞાન કાર્યક્રમમાં ભાગ લીધો જેને 'અખિલ ભારતીય સૂક્ષ્મગ્રહ શોધ અભિયાન 2020' કહેવામાં આવ્યુ.

વૈદેહી અને રાધિકાએ એક પૃથ્વી વસ્તુ(NEO)ની શોધ કરી

વૈદેહી અને રાધિકાએ એક પૃથ્વી વસ્તુ(NEO)ની શોધ કરી

બે મહિનાના વિજ્ઞાન કાર્યક્રમમાં આ છોકરીઓએ ભાગ લીધો હતો જેને આંતરરાષ્ટ્રીય ખગોળીય શોધ સહયોગ (IASC) અને ટેકસાસના હાર્ડિન સીમન્સ વિશ્વવિદ્યાલયના સહયોગથી સ્પેસ ઈન્ડિયા દ્વારા સંચાલિત કરવામાં આવ્યુ. સ્પેસ ઈન્ડિયાના સોશિયલ મીડિયા ડિવિઝને 24 જુલાઈ, 2020એ આ વિશે માહિતી આપી. 'ડિસ્કવરી એલર્ટ' પોસ્ટમાં લખવામાં આવ્યુ કે વૈદેહી અને રાધિકાએ એક પૃથ્વી વસ્તુ(NEO)ની શોધ કરી હતી જે વર્તમામાં મંગળ ગ્રહ પાસે છે.

પેન સ્ટારર્સ ટેલીસ્કોપનો ઉપયોગ

પેન સ્ટારર્સ ટેલીસ્કોપનો ઉપયોગ

તેણે એમ પણ કહ્યુ કે HLV2514 સમય સાથે એક અર્થ ક્રોસિંગ સૂક્ષ્મગ્રહમાં વિકસિત થશે. શોધ કરવા માટે છાત્રોએ હવાઈમાં પેન સ્ટારર્સ ટેલીસ્કોપનો ઉપયોગ કર્યો હતો. આ ટેલીસ્કોપ પોતાના હાઈટેક સીસીડી કેમેરા અને ઉચ્ચ ફીલ્ડ ઑફ વ્યુ સાથે સૂક્ષ્મ ગ્રહના ફોટા લે છે. પોતાના કેમેરા સેટિંગ્ઝ સાથે, દૂરબીન અંતરિક્ષમાં વસ્તુઓને જોવા માટે ખૂબ જ અનુકૂળ છે.

કેરળ અને કર્ણાટકમાં ISISના આતંકીઓનો ખતરો, અત્યાર સુધી 50 લોકોની ધરપકડકેરળ અને કર્ણાટકમાં ISISના આતંકીઓનો ખતરો, અત્યાર સુધી 50 લોકોની ધરપકડ

English summary
class 10 Girl students from Surat discover asteroid set to pass Earth, NASA confirms rare find
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X