For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સુરત કેમિકલ કેસમાં વધુ બે આરોપીઓની અટકાયત, કોવિડ રિપોર્ટ પોઝિટિવ આવતા હોસ્પિટલ ખસેડાયા!

સચિન ઈન્ડસ્ટ્રીયલ એરિયામાં ગેરકાયદે વરસાદી નાળામાં ટેન્કરમાંથી કેમિકલ વેસ્ટના નિકાલ દરમિયાન ઝેરી ગેસના કારણે છ કામદારોના મોતના કેસમાં વધુ બે આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે.

By Desk
|
Google Oneindia Gujarati News

સુરત : સચિન ઈન્ડસ્ટ્રીયલ એરિયામાં ગેરકાયદે વરસાદી નાળામાં ટેન્કરમાંથી કેમિકલ વેસ્ટના નિકાલ દરમિયાન ઝેરી ગેસના કારણે છ કામદારોના મોતના કેસમાં વધુ બે આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. બંનેનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. અગાઉ ક્રાઈમ બ્રાન્ચ પોલીસે ચાર આરોપીઓની ધરપકડ કરી હતી. ચારેય આરોપી 10 દિવસના રિમાન્ડ પર છે.

Surat

સચિન જીઆઈડીસી અકસ્માત કેસમાં સચિન શિવનગરમાં રહેતા પ્રેમ સાગર ગુપ્તા, વડોદરા રણોલીના રહેવાસી આશિષકુમાર ગુપ્તા, વડોદરાના રહેવાસી જય પ્રતાપ તોમર અને અંકલેશ્વરના રહેવાસી વિશાલ યાદવ ઉર્ફે છોટુની ક્રાઈમ બ્રાંચ પોલીસે ધરપકડ કરી હતી. શુક્રવારે આરોપીઓના રિમાન્ડ દરમિયાન વધુ બે આરોપીઓના નામ સામે આવતાં પોલીસે રવિવારે વેસુ શ્યામ લક્ઝરી એપાર્ટમેન્ટમાં રહેતા વિજય ધીરૂ ડોબરિયા અને અડાજણ સૌરભ સોસાયટીમાં રહેતા સૌરભ પ્રવીણ ગાભાણીની અટકાયત કરી હતી. જે બાદ કોવિડ ટેસ્ટ કરવામાં આવ્યો હતો. જેમાં રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ તેમને દાખલ કરવામાં આવ્યા છે.

નોંધનીય છે કે વડોદરા સ્થિત સંગમ એન્વાયર્નમેન્ટ પ્રાઈવેટ લિમિટેડના ભાગીદાર આશિષે આ જોખમી કેમિકલ વેસ્ટના ગેરકાયદેસર નિકાલનું કામ વિશાલ યાદવ અને જયપ્રતાપ તોમરને સોંપ્યું હતું. તેણે કેમિકલ વેસ્ટ પ્રેમસાગર ગુપ્તા અને ટેન્કર ચાલક સુરેન્દ્ર સિંહને આપ્યો હતો. સુરેન્દ્રસિંહ સચિન જીઆઈડીસી રોડ નંબર ત્રણ અને વિશ્વપ્રેમ મિલ પાસે વરસાદી નાળામાં તેનો નિકાલ કરતો હતા. તે દરમિયાન આ અકસ્માત સર્જાયો હતો. અકસ્માત બાદ એસીપી જે.કે.પંડ્યાના નેતૃત્વમાં સચિન પોલીસે દકમાલની મદદથી કામદારોને બચાવ્યા અને હોસ્પિટલ લઈ ગયા. રવિવારે ધરપકડ કરાયેલા બંને આરોપીઓ કેમિકલ ડિસ્પોઝલ નેટવર્કમાં મહત્વની ભૂમિકા ધરાવતા હોવાનું મનાય છે.

English summary
Detention of two more accused in Surat Chemical case, Kovid report positive and shifted to hospital!
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X