સુરતમાં ભીષણ માર્ગ અકસ્માત, ફૂટપાથ પર સૂઈ રહેલા 18 લોકો પર ફરી વળ્યુ ટ્રક, 13ના મોત
ગુજરાતના સુરતમાં એક ભીષણ માર્ગ અકસ્માત થયો છે. જેમાં 13 લોકોના મોત થઈ ગયા છે.
Gujarat Surat Road Accident News: ગુજરાતના સુરતમાં એક ભીષણ માર્ગ અકસ્માત થયો છે. જેમાં 13 લોકોના મોત થઈ ગયા છે. વળી, 5 લોકોના ઘાયલ થવાના સમાચાર છે. સુરતના કોસંબામાં એક ટ્રકે રસ્તાની બાજુએ ફૂટપાથ પર સૂઈ રહેલા 18 લોકોના કચડી દીધી. દૂર્ઘટનામાં ઘટના સ્થળે જ 13 લોકોના મોત થઈ ગયા છે. વળી, બાકીના 5 લોકોને ગંભીર સ્થિતિમાં હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યા છે. પોલિસના જણાવ્યા મુજબ સુરતના કોસંબામાં એક ટ્રક પલટી જવાથી 13 લોકોના મોત થઈ ગયા. જણાવવામાં આવી રહ્યુ છે કે બધા મૃતકો મજૂરો છે અને તે રાજસ્થાનના છે.

જો કે અમુક મીડિયા રિપોર્ટમાં કહેવામાં આવ્યુ છે કે 8 લોકો ઘાયલ થયા છે અને ઘાયલોને સુરતની સ્મીમેર હોસ્પટિલમાં એડમિટ કરવામાં આવ્યા છે. રિપોર્ટમાં જણાવ્યા મુજબ દૂર્ઘટના સુરતના પાલોદ ગામમાં બની છે. જ્યારે બધા મજૂરો ફૂટપાથ પર સૂઈ રહ્યા હતા એ વખતે શેરડીથી ભરેલુ ટ્રેક્ટર અને ટ્રક સામ-સામે આવી ગયા હતા અને ટ્રક ચાલકે ડમ્પર પરથી કંટ્રોલ ગુમાવી દીધો. ત્યારબાદ તે સૂતેલા મજૂરો પર ચડી ગયુ.
Recommended Video

પોલિસે માહિતી આપી છે કે મરનાર બધા લોકો મજૂરો હતો અને રાજસ્થાનના હતા. જો કે પોલિસે આ અંગેની સૂચના હાલમાં આપી નથી કે મરનારમાં મહિલાઓ અને બાળકો શામેલ છે કે નહિ. જો કે અમુક મીડિયા રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે મરનારમાં એક બાળકી પણ શામેલ છે.
Gujarat: 13 people died after they were run over by a truck in Kosamba, Surat.
— ANI (@ANI) January 19, 2021
Police says, "All the deceased are labourers and they hail from Rajasthan." pic.twitter.com/E9uwZnrgeO
-
યુદ્ધ વચ્ચે મોંઘવારીનો માર, નાયરા એનર્જીએ પેટ્રોલ-ડીઝલના ભાવ વધાર્યા -
Gold Rate Today: આજે રામનવમી પર સોનાના ભાવમાં આવ્યો ઉછાળો, જાણો લેટેસ્ટ કિંમત -
Dhurandhar 2 BO Collection Day 7: 'ધુરંધર 2'નો બોક્સ ઓફિસ પર દબદબો, 7માં દિવસે કરી આટલી કમાણી -
નવસારીના સરામાં ધર્માનંતરણને લઈને હંગામો, જાણો શું છે પુરો વિવાદ? -
Gold Rate Today: સોનાના ભાવમાં મામૂલી ઉછાળો, જાણો લેટેસ્ટ કિંમત -
ગુજરાત પોલીસે જપ્ત કરેલુ 2332 કિલો ડ્રગ્સ ઉંદરો ખાઇ ગયા, CAG રિપોર્ટમાં દાવો -
Petrol Diesel Price: 26 માર્ચે પેટ્રોલ-ડીઝલના ભાવમાં આવ્યો ફેરફાર, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
કચ્છમાં કરા સાથે વરસાદ, ખેડૂતોને મોટુ નુકસાન -
ગુજરાતમાં ગરમીનો પારો વધ્યો, સૌથી વધુ ગરમી વડોદરા અને અમરેલીમાં નોંધાઈ, જાણો હવામાન વિભાગની આગાહી -
ગુજરાતમાં માવઠાનો વધુ એક રાઉન્ડ આવશે, 28 એપ્રિલથી વાતાવરણમાં પલટાની આગાહી -
Petrol Diesel Price: 25 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
નર્મદા નદી પર બનેલો ભારતનો પ્રથમ 8 લેન એક્સ્ટ્રાડોઝ રિવર બ્રિજ શરૂ થયો, જાણો ખાસિયત









Click it and Unblock the Notifications
