For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ગુજરાત BJP ધારાસભ્યનો રેમડેસિવિર ઈંજેક્શન બોટલમાં ભરતો વીડિયો વાયરલ થતા સર્જાયો વિવાદ

ગુજરાત ભાજપના એક ધારાસભ્ય કે જેઓ સુરતના સરથાણામાં એક કોવિડ-19 કેર સેન્ટરમાં કોરોના દર્દી માટે રેમડેસિવિર ઈંજેક્શનથી સિંરિજ ભરી રહ્યા હોવાનો વીડિયો વાયરલ થતા વિપક્ષ કોંગ્રેસના નિશાના પર આવી ગયા છે.

|
Google Oneindia Gujarati News

સુરતઃ ગુજરાત ભાજપના એક ધારાસભ્ય કે જેઓ સુરતના સરથાણામાં એક કોવિડ-19 કેર સેન્ટરમાં કોરોના દર્દી માટે રેમડેસિવિર ઈંજેક્શનથી સિંરિજ ભરી રહ્યા હોવાનો વીડિયો વાયરલ થતા વિપક્ષ કોંગ્રેસના નિશાના પર આવી ગયા છે. આ વીડિયોમાં બતાવવામાં આવ્યુ છે કે સુરતની કામરેજ વિધાનસભાના ધારાસભ્ય વી.ડી ઝાલાવાડિયા બોટલમાં રેમડેસિવિરના ઈંજેક્શન સીરિંજથી ભરી રહ્યા છે. કોંગ્રેસ પ્રવકતા જયરાજસિંહ પરમારે તેમના આ કૃત્યની ટીકા કરીને કહ્યુ કે ગુજરાતના આરોગ્ય મંત્રી નીતિન પટેલે આ ધારાસભ્યમાંથી પ્રોત્સાહન લઈને ભાજપના કાર્યકરોને ઈંજેક્શન અપાવવાની તાલીમ આપવા એક કેન્દ્ર ખોલવુ જોઈએ જેથી રાજ્યની હોસ્પિટલોમાં તબીબી કર્મચારીઓની તીવ્ર અછત પણ ઉકેલાઈ જશે.

remdesivir

જો કે મિ. ઝાલાવાડિયાએ કહ્યુ કે તેમણે કોઈ દર્દીને ડોઝ આપ્યો નથી પરંતુ ડ્રિપ બોટલમાં માત્ર શીશીની સામગ્રીને ઈંજેક્ટ કરી હતી. તેમણે એમ પણ કહ્યુ કે જે લોકોને એવુ લાગ્યુ હોય કે તેમણે આમ ન કરવુ જોઈએ તેવા લોકોની તેમણે માફી માંગી છે. કોંગ્રેસ નેતા પરમારે કહ્યુ કે, 'રાજ્યમાં ડૉક્ટરો, નર્સો, આરોગ્ય કાર્યકરો અને પેરામેડિકલ સ્ટાફની તીવ્ર તંગીનો સામનો કરી રહ્યુ છે તે વખતે આરોગ્ય મંત્રીએ શાસક પક્ષના પેજ પ્રમુખોને હોસ્પિટલોમાં દર્દીઓની સારવાર માટે તાલીમ આપવી જોઈએ. જે માતાપિતા પોતાના બાળકોને મેડિકલ કૉલેજોમાં મોકલવામાં અસમર્થ હોય તેમણે પણ ઝાલાવાડિયા પાસેથી પ્રેરણા લેવી જોઈએ.'

તેમના કામનો બચાવ કરતા ઝાલાવાડિયાએ કહ્યુ કે તેઓ છેલ્લા 40 દિવસથી સરથાણા સમુદાયના કોવિડ કેર સેન્ટરમાં કોવિડ-19ના દર્દીઓની સેવા કરી રહ્યા છે અને 200થી વધુ દર્દીઓ રિકવર થઈને ઘરે ગયા છે. કોવિડ સેન્ટરમાં હજુ પણ 10-12 દર્દીઓ છે. જો કોઈ એમ વિચારતુ હોય કે મારે ડ્રીપ બોટલમાં રેમડેસિવિર ઈંજેક્શન ન ભરવુ જોઈએ તો હું દિલગીર છુ. મારો હેતુ કોઈ વિવાદ ઉભો કરવાનો નથી. મે કોઈ પણ દર્દીને ઈંજેક્શન આપ્યુ નથી. મે માત્ર ડ્રીપ બોટલમાં રેમડેસિવિર ઈંજેક્શન ભર્યુ છે. આ કોવિડ કેર સેન્ટરમાં 10-15 ડૉક્ટર્સ છે. મીડિયાકર્મીઓ સાથે વાત કરીને ધારાસભ્ય ઝાલાવાડિયાએ કહ્યુ કે વરાછા અને કામરેજ વિધાનસભા મતવિસ્તારના ભાજપ કાર્યકર્તાઓ મળીને લોકોને સેવા કરી રહ્યા છે. કોંગ્રેસને વિવાદ ઉભો કરવા સારા કામની ટીકા કર્યા સિવાય કોઈ કામ નથી.

English summary
Gujarat Bjp MLA filling syringe with Remdesivir injection for covid patient video viral, congress hits on the act.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X