For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ગુજરાતઃ સુરતમાં મનીષ સિસોદિયાના રોડ શોમાં ઉમટ્યો જનસૈલાબ, કહ્યુ - દિલ્લી મૉડલ કરશે લાગુ

રવિવારે દિલ્લીના ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયા ગુજરાત પહોંચ્યા જ્યાં તેમણે સુરતમાં એક રોડ શો કર્યો.

|
Google Oneindia Gujarati News

સુરતઃ દિલ્લીની સત્તા પર બેઠેલ આમ આદમી પાર્ટી હાલમાં પોતાના વિસ્તાર પર વધુ ધ્યાન આપી રહી છે. આ માટે પાર્ટી યુપી, ઉત્તરાખંડ, પંજાબ, ગુજરાત અને દિલ્લીમાં જોરદાર પ્રચાર કરી રહી છે. રવિવારે દિલ્લીના ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયા ગુજરાત પહોંચ્યા જ્યાં તેમણે સુરતમાં એક રોડ શો કર્યો. તમને જણાવી દઈએ કે ગુજરાતમાં સ્થાનિક નગર નિગમની ચૂંટણીને જોતા આમ આદમી પાર્ટીના ઘણા વરિષ્ઠ નેતા અહીં ચૂંટણી પ્રચારમાં જોડાયા છે. મનીષ સિસોદિયાના રોડ શોમાં જનસૈલાબ જોવા મળ્યો.

Manish Sisodia

ગુજરાતમાં પણ લાગુ કરશે દિલ્લી મૉડલઃ સિસોદિયા

આ દરમિયાન મનીષ સિસોદિયાએ સુરતની જનતા સામે દિલ્લીમાં કેજરીવાલ મૉડલની ચર્ચા કરી. મનીષ સિસોદિયાએ કહ્યુ કે પાંચ વર્ષમાં દિલ્લીમાં આપની સરકારે પાણી અને વીજળીના બિલ માફ કર્યા. સ્કૂલોના સ્તરને સુધારી દીધુ. તો ગુજરાતમાં જનતાને પાણી વિજળીના બિલોની માર અને સ્કૂલ ફીનો વધારો કેમ સહન કરવો પડી રહ્યો છે. સિસોદિયાએ ગુજરાતમાં દિલ્લીના શિક્ષણ મૉડલને લાગુ કરવાનો દાવો કરીને કહ્યુ કે ગુજરાતમાં જે દિવસે આમ આદમી પાર્ટીની સરકાર બની જશે જનતા પર પાણી તેમજ વિજળીના બિલોની માર બંધ થઈ જશે. ગરીબ તેમજ આમ આદમીના બાળકોને ઉચ્ચ સ્તરનુ શિક્ષણ મળશે તથા સ્કૂલોની દશામાં સુધારો થશે.

ડેટા લીક પર સુપ્રીમ કોર્ટની કડકાઈ, ફેસબુક-વૉટ્સએપને નોટિસડેટા લીક પર સુપ્રીમ કોર્ટની કડકાઈ, ફેસબુક-વૉટ્સએપને નોટિસ

English summary
Heavy crowd in Manish Sisodia road show in surat gujarat
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X