સુરતમાં 4.3ની તીવ્રતાના ભૂકંપના ઝાટકા મહેસૂસ થયા, કેટલાય વિસ્તારોમાં દહેશતનો માહોલ
સુરતમાં 4.3ની તીવ્રતાના ભૂકંપના ઝાટકા મહેસૂસ થયા, કેટલાય વિસ્તારોમાં દહેશતનો માહોલ
દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં આજે ભૂકંપના ઝાટકા અનુભવાયા. બપોરે 3.40 વાગ્યે સુરત અને તેની આજુબાજુના વિસ્તારોમાં ધરા ધ્રુજી હતી. રિક્ટર સ્કેલ પર આ ધરતીકંપ 4.3ની તીવ્રતાનો નોંધાયો છે. જો કે આ ભૂકંપથી કોઈપણ પ્રકારની જાનહાની થઈ હોવાના અહેવાલ નથી મળ્યા. પરંતુ કેટલાક વિસ્તારોમાં દહેશતનો માહોલ જોવા મળ્યો હતો અને લોકો ઘરની બહાર દોડી આવ્યા હતા.

Recommended Video

શહેરની ઉંચી ઈમારતોમાં રહેતા લોકોને ભૂકંપના સૌથી વધુ ઝાટકા મહેસૂસ થયા. જે બાદ કેટલીય જગ્યાએ અફરાતફરીનો માહોલ સર્જાયો અને લોકો સીડીએથી નીચે ભાગવા લાગ્યા. જો કે સ્થિતિ સામાન્ય થવાથી લોકોએ રાહતનો શ્વાસ લીધો.
માત્ર સુરત જ નહિ, મળેલી જાણકારી મુજબ ભરૂચ જિલ્લામાં પણ ભૂકંપ અનુભવાયો. એટલું જ નહિ આ ભૂકંપનું એપી સેન્ટર ભરૂચ જિલ્લાના વાલિયા તાલુકા પાસે હતું. ભૂકંપની એપી સેન્ટર ભરૂચથી 36 કિમી દૂર છે. જેને પગલે ભરૂચમાં પણ ઝાટકા અનુભવાયા હતા.












Click it and Unblock the Notifications
