For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સુરતમાં ગુનાખોરી ડામવા શહેર પોલીસનો નવો પ્રયોગ, વીડિયોની મદદ લેશે!

સુરત શહેરમાં ગુનાખોરીને ડામવા માટે ગ્રામ્ય અને શહેર પોલીસ દ્વારા અનેક પ્રયાસો કરવામાં આવી રહ્યા છે ત્યારે લાજપોર જેલ પ્રશાસન દ્વારા એક હ્રદયસ્પર્શી વિડીયો બનાવવામાં આવ્યો છે.

By Desk
|
Google Oneindia Gujarati News

સુરત : સુરત શહેરમાં ગુનાખોરીને ડામવા માટે ગ્રામ્ય અને શહેર પોલીસ દ્વારા અનેક પ્રયાસો કરવામાં આવી રહ્યા છે ત્યારે લાજપોર જેલ પ્રશાસન દ્વારા એક હ્રદયસ્પર્શી વિડીયો બનાવવામાં આવ્યો છે, જેમાં ગુનો કર્યા બાદ આરોપીના પરિવાર અને બાળકોની મુશ્કેલીઓ અને વેદના દર્શાવવામાં આવી છે. ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી દ્વારા આ શેર કરવામાં આવ્યો હતો.

police

ગુજરાતમાં ચોરી, ખૂન, બળાત્કાર, લૂંટ, વ્યાજખોરી, છેતરપિંડી અને ભ્રષ્ટાચાર જેવા ગુનાઓ વધી રહ્યા છે. તત્કાલિન ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ રાજ્યમાં ગુનાખોરી ઘટાડવા માટે એક નવો પ્રયાસ સૂચવ્યો છે. જેમાં જેલમાં કેદીઓના પોતાના અનુભવનો વીડિયો જાહેર કરવામાં આવ્યો છે. ક્ષણિક ગુસ્સો કેદીઓ વર્ષો સુધી પરિવારથી દૂર રહેવાનું કારણ બને છે, પરંતુ સાથે સાથે કેદીઓ પોતે પણ કહી રહ્યા છે કે તેમને સામાજિક રીતે ઘણું સહન કરવું પડે છે.

રાજ્યમંત્રીએ હૃદયદ્રાવક વીડિયો શેર કરીને લોકોને અપરાધ તરફ ન જવાની અપીલ કરી છે. હાલમાં અલગ-અલગ 5 ગુનેગારોનો વીડિયો વાયરલ થયા છે. જેમાં ગુનેગારો પોતે કરેલા ગુનાનો પસ્તાવો કરી રહ્યા હોવાનું કહી રહ્યા છે. કૌટુંબિક, સામાજીક, આર્થિક અને શારીરિક વેદનાની માહિતી આપી ગુના ન કરવા અપીલ કરવામાં આવી રહી છે. એક ગુનેગારે કહ્યું કે પરિવારે ઘણું સહન કર્યું છે. દર 1-2 વર્ષે પરિવાર સાથે મુલાકાત થાય છે. મારી સાથે મારા પરિવારના સભ્યો પણ સજા ભોગવી રહ્યા છે. થોડીવારના ગુસ્સામાં આટલો મોટો ગુનો ના કરો જેનાથી તમને અને તમારા પરિવારને દુઃખ થાય.

English summary
New experiment of city police to curb crime in Surat, will take the help of video!
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X