For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ગુજરાતઃ બર્થડે પાર્ટીમાં ભીડ, પાટીદાર નેતા અલ્પેશ કથીરિયા સહિત 15ની ધરપકડ

ગુજરાતમાં કામરેજના કોસમાડા ગામના સહજાનંદ ફાર્મ હાઉસમાં પાટીદાર નેતા અલ્પેશ કથીરિયાની બર્થડે પાર્ટી હતી જેમાં સોશિયલ ડિસ્ટંસીંગની ધજિયા ઉડી.

|
Google Oneindia Gujarati News

સુરતઃ ગુજરાતમાં કામરેજના કોસમાડા ગામના સહજાનંદ ફાર્મ હાઉસમાં પાટીદાર નેતા અલ્પેશ કથીરિયાની બર્થડે પાર્ટી હતી જેમાં સોશિયલ ડિસ્ટંસીંગની ધજિયા ઉડી. પાર્ટીમાં ભારે સંખ્યામાં લોકો ઉમટ્યા. જેનો વીડિયો વાયરલ થઈ ગયો. ત્યારબાદ પોલિસની કાર્યવાહી થઈ. પોલિસે પાટીદાર અનામત આંદોલન સમિતિના મુખ્ય કન્વીનર અલ્પેશ કથીરિયાને પકડ્યા. અલ્પેશ સહિત 15 લોકોની ધરપકડ કરવામાં આવી. જન્મદિવસ પર અનુમતિ વિના પાર્ટી આયોજિત કરવા અને તેમાં કોવિડ-19ના નિયમોનુ ઉલ્લંગન કરીને ભીડ ભેગી કરવાના ગુનામાં આ કાર્યવાહી કરવામાં આવી.

social disancing

માહિતી મુજબ આરોપીઓ સામે એપિડેમિક એક્ટ 1897ની કલમ 3, ગુજરાત એપિડેમિક એક્ટ 202ની કલમ(13) 1 અને ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ 2005ની કલમ 51 તેમજ જીપી એક્ટની કલમ 131 હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. સાથે જ આ મામલે બેદરકારી વર્તનાર ચાર પોલિસ કર્મીઓને પણ સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. આ કાર્યવાહી એક વીડિયો સામે આવ્યા બાદ કરવામાં આવી જેમાં અલ્પેશ પોતાના સમર્થકો તેમજ દોસ્તો સાથે જન્મદિવસની ઉજવણી કરતા દેખાઈ રહ્યા છે.

વાસ્તવમાં અલ્પેશ કથીરિયાના જન્મદિવસની પાર્ટી ગુરુવારની રાતે કામરેજના કોસમાડા ગામ સ્થિત નીલેશ કુંભાણીના સહજાનંદ ફાર્મ હાઉસમાં હિતેશ જાસોલિયાએ પાર્ટી આયોજિત કરી હતી. અહીં જમવા સાથે ડાયરો અને ડીજેની પણ વ્યવસ્થા હતી. જણાવાઈ રહ્યુ છે કે પાર્ટીમાં 100થી 200 લોકો જમા થયા હતા. જે ફાર્મ હાઉસમાં પાર્ટી હતી ત્યાં સોશિયલ ડિસ્ટંસીંગનો અભાવ હતો. સેનિટાઈઝરની વ્યવસ્થા પણ નહોતી. લોકોએ માસ્ક નહોતા પહેર્યા. આ પાર્ટીનો વીડિયો સામે આવ્યા બાદ કેસ પોલિસ સુધી પહોંચ્યો.

ધરપકડ કરાયેલ 15 લોકો ઉપરાંત અન્યની પણ શોધ ચાલી રહી છે. કામરેજ પોલિસ સ્ટેશનના ઈન્ચાર્જ પીડી ગોંડલિયા આ કેસમાં ફરિયાદકર્તા બન્યા છે. તેમણે જણાવ્યુ કે એક મેસેજ વાયરલ કરવામાં આવ્યો જેમાં લખ્યુ હતુ કે અલ્પેશ કથીરિયા અમારા સૌના યુથ આઈકૉન છે માટે તેમના જન્મદિવસની પાર્ટીમાં બધા એકઠા થાવ. આ મેસેજ અમુક ખાસ લોકોને મોકલવામાં આવ્યો હતો. મેસેજમાં એમ પણ લખ્યુ હતુ કે જે નિમંત્રણ તમને મળ્યુ છે તે વ્યક્તિગત છે આને ફૉરવર્ડ ન કરો. જો કે બાદમાં આ મેસેજ વાયરલ થઈ ગયો.

પૂર્વ CM શંકરસિંહ વાઘેલાનુ ખેડૂતોના સમર્થનમાં 'ચલો દિલ્લી'પૂર્વ CM શંકરસિંહ વાઘેલાનુ ખેડૂતોના સમર્થનમાં 'ચલો દિલ્લી'

English summary
Patidar leader Alpesh Katheria and 14 other held by police for breaking social distance in birthday party.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X