Gujarat rain : દક્ષિણ ગુજરાતમાં વરસાદની બઘડાટી, કપરાડામાં 7 ઇંચ વરસાદ બાદ પુરની સ્થિતી
Gujarat rain : ગુજરાતના મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે ત્યારે દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદના કારણે જનજીવન પ્રભાવિત થયું છે.
ખાસ કરીને વલસાડ જિલ્લાના કપરાડા તાલુકામાં તો જાણે આભ ફાટ્યું હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. અહીં માત્ર થોડા જ કલાકોમાં 7 ઇંચથી વધુ વરસાદ ખાબકતાં નદીઓ ગાંડીતૂર બની છે અને અનેક વિસ્તારોમાં પૂર જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે.

ઉમરગામ અને નવસારી જિલ્લામાં પણ ભારે વરસાદથી નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે, જેના કારણે સ્થાનિકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. દક્ષિણ ગુજરાતના ખેડૂતો અને સામાન્ય નાગરિકોને આ અતિભારે વરસાદથી ઘણી મુશ્કેલીઓ પડી રહી છે.
ગુજરાતમાં અત્યાર સુધીનો વરસાદ: ક્યાં કેટલો?
સમગ્ર ગુજરાતમાં અત્યાર સુધીમાં સરેરાશ 68.91% વરસાદ નોંધાયો છે.
- દક્ષિણ ગુજરાત: સૌથી વધુ 72%
- ઉત્તર ગુજરાત: 71%
- કચ્છ: 70%
- પૂર્વ-મધ્ય ગુજરાત: 69%
- સૌરાષ્ટ્ર: 63%થી વધુ
હવામાન વિભાગ દ્વારા આગામી દિવસોમાં પણ દક્ષિણ ગુજરાત સહિત રાજ્યના કેટલાક ભાગોમાં અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
વરસાદના કારણે નદીઓ અને જળાશયોમાં પાણીની આવકમાં સતત વધારો થઈ રહ્યો છે, જે ખેતી માટે ફાયદાકારક છે, પરંતુ પૂરના ભયને કારણે લોકોને સુરક્ષિત સ્થળે ખસી જવા પણ સૂચનાઓ અપાઈ છે.












Click it and Unblock the Notifications
