For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

10 વર્ષની બાળકીએ કપાવી દીધા 31 ઈંચ લાંબા વાળ, કારણ જાણી લોકો કરી રહ્યા છે સલામ

ક્યારેક ક્યારેક બાળકો એવુ કરી જાય છે જેને કરવાનુ મોટા વિચારી પણ ન શકે. ગુજરાતમાં સુરત શહેરની 10 વર્ષની બાળકી દેવના જનાર્દને કંઈક એવુ જ કરી બતાવ્યુ

|
Google Oneindia Gujarati News

સુરતઃ ક્યારેક ક્યારેક બાળકો એવુ કરી જાય છે જેને કરવાનુ મોટા વિચારી પણ ન શકે. ગુજરાતમાં સુરત શહેરની 10 વર્ષની બાળકી દેવના જનાર્દને કંઈક એવુ જ કરી બતાવ્યુ જેની ચારે તરફ ચર્ચા થઈ રહી છે. દેવનાએ પોતાના 31 ઈંચ લાબા વાળ કપાવ દીધા અને ખુશી ખુશી એ વાળને કેન્સર પીડિતો માટે ડોનેટ કરી દીધા. આસપાસના લોકો જોઈને ચોંકી ગયા. તે ઓળખાતી નહોતી બાદમાં જ્યારે લોકોને ખબર પડી તો દેવનાની દિલેરીને સલામ કરવા લાગ્યા.

devna

પોતાના વાળ વિશે દેવનાએ કહ્યુ કે 10 વર્ષની ઉંમર સુધી તેણે એક વાર પણ વાળમાં કેચી નહોતી ચલાવી. હવે તેણે ખુશી ખુશી કપાવી દીધા.દેવનાએ કહ્યુ કે મારા માથા પર વાળ નથી રહ્યા પરંતુ આ વાતથી હું દુઃખી નથી પરંતુ મને ખુશી છે કારણકે આમ કરવાથી એ કેન્સર પીડિતો માટે ભલાઈનુ કામ થયુ જે ઈલાજ દરમિયાન પોતાના વાળ ગુમાવી દે છે. બાલિકાની દિલેરી પર તેના મમ્મી-પપ્પાએ પણ પ્રશંસા કરી અને તેના મુંડનને પ્રેરણાદાયી ગણાવ્યુ.

તમને જણાવી દઈએ કે કીમોથેરેપી અને અન્ય રેડિએશન ટ્રીટમેન્ટના કારણે દર્દીઓને પોતાના વાળ ગુમાવવા પડે છે. ઘણી મહિલાઓને આ સ્થિતિ શરમજનક લાગે છે. પરંતુ દેવના આવા જ દર્દીઓને પ્રેરણા આપવા માંગે છે. માટે તે કેન્સર પીડિતો માટે વાળ ડોનેટ કરવાનુ અભિયાનનો હિસ્સો બની અને તેણે આ વાળ કેન્સર પીડિતો માટે વિગ બનાવવા માટે ડોનેટ કર્યા છે.

તમિલનાડુના પૈતૃક ગામમાં એસપી બાલાસુબ્રમણ્યમના રાજકીય સમ્માન સાથે અંતિમ સંસ્કારતમિલનાડુના પૈતૃક ગામમાં એસપી બાલાસુબ્રમણ્યમના રાજકીય સમ્માન સાથે અંતિમ સંસ્કાર

English summary
Surat: 10 year old girl shaved her head to show support for cancer patients.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X