સુરત એરપોર્ટ પર નકલી પાસપોર્ટ સાથે એક વ્યક્તિ ઝડપાયો
સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટ પર ઇમિગ્રેશન તપાસ દરમિયાન નકલી પાસપોર્ટ સાથે વિદેશ જવાની પેરવી કરતા એક શખ્સને ઝડપી પાડવામાં આવ્યો છે.
ઝડપાયેલા આરોપીની ઓળખ ભાવેશ ધીરુભાઈ બોરાડ તરીકે થઈ છે, જે પોર્ટુગલનો નકલી પાસપોર્ટ બનાવીને ગેરકાયદેસર રીતે મુસાફરી કરી રહ્યો હોવાનું સામે આવ્યું છે.

પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે આ બનાવટી પાસપોર્ટ વર્ષ 2019માં તૈયાર કરાયો હતો અને તેનો ઉપયોગ કરી અગાઉ પણ વિદેશ પ્રવાસ કરાયો હતો.
ડુમસ પોલીસ દ્વારા આરોપીની ધરપકડ કરવામાં આવી છે અને હાલમાં તેની પાસેથી નકલી પાસપોર્ટ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
પોલીસ હવે એ દિશામાં તપાસ કરી રહી છે કે આ નકલી દસ્તાવેજ કોણે બનાવી આપ્યો અને આ પાછળ કોઈ મોટું નેટવર્ક કામ કરી રહ્યું છે કે કેમ.
અધિકારીઓ દ્વારા આ કેસમાં સંડોવાયેલા એજન્ટોની વિગતો મેળવવા અને પાસપોર્ટ ક્યાં ફેબ્રિકેટ કરવામાં આવ્યો હતો તેની સઘન પૂછપરછ શરૂ કરવામાં આવી છે.
-
પત્નીને પતાવી દેવાનુ કાવત્રું રચ્યું હતું હવાઈના ડૉક્ટર ગેરહાર્ટ કોનિગને, દોષી ઠેરવવામાં આવ્યો -
ઈરાન સંઘર્ષ ચર્ચાઓ વચ્ચે ટ્રમ્પે નાટોના સમર્થનથી નારાજગી વ્યક્ત કરી -
કેરળના તમામ ૧૪૦ વિધાનસભા મતવિસ્તારોમાં સુરક્ષાના કડક પગલાં સાથે મતદાન શરૂ થયું -
ભૂતને પીપળો મળી જાય, ઓનલાઈન સ્ટોક ટ્રેડિંગ કૌભાંડમાં પુણેના ડૉક્ટર સાથે 12 કરોડની ઠગાઈ -
VerSe Innovation એ પ્રસન્ના પ્રસાદની CPTO તરીકે નિમણૂક કરી; AI ક્ષેત્રે નવા સંશોધનો પર આપશે ભાર -
ઇન્દોરના કોંગ્રેસ કાઉન્સિલર ફૌઝિયા શેખ આલીમે વંદે માતરમ ગાવાનો ઇનકાર કરતાં રાજકીય વિવાદ સર્જાયો -
ઈરાન યુદ્ધવિરામથી કામચલાઉ રાહત મળી, પરંતુ ઘણા રાષ્ટ્રો માટે ઈંધણ સંકટ હજુ પણ યથાવત -
ઈરાન-અમેરિકા યુ્દ્ધને પગલે ખાદ્યપદાર્થો મોંઘા થશેઃ વિશ્વ બેંકે આપી ચેતવણી -
આસામની ૧૨૬ વિધાનસભા બેઠકો માટે મતદાન શરૂ -
હૂમાયુ કબીર વિડિયો વિવાદ બાદ AIMIM એ AJUP સાથેનું ગઠબંધન તોડ્યું -
કર્ણાટક પેટાચૂંટણી: રાજકીય પ્રતિષ્ઠા વચ્ચે બાગલકોટ અને દાવણગેરે દક્ષિણમાં મતદાન ચાલુ -
પુડુચેરી વિધાનસભા ચૂંટણીમાં 9.50 લાખ મતદારો સાથે કડક સુરક્ષા વચ્ચે મતદાન શરૂ થયું












Click it and Unblock the Notifications
