સુરતઃ પૂર્ણા વિસ્તારના એક ફ્લેટમાં કૂટણખાનુ ચાલતુ હોવાનો આક્ષેપ, પોલિસે કરી તપાસ

સુરતના પૂર્ણા વિસ્તારની એક સોસાયટીમાં અનૈતિક પ્રવૃત્તિઓ ચાલતી હોવાના આક્ષેપ સાથે જનતા રેડ કરવામાં આવી હતી.

સુરતનો એક આખો વિસ્તાર અનૈતિક પ્રવૃત્તિ માટે બદનામ છે. આ ઉપરાંત સુરતના અનેક જાહેર સ્થળોએ પણ લલનાઓ અનૈતિક પ્રવૃત્તિઓ કરતી હોવાનુ ધ્યાનમાં આવ્યુ છે. સમયાંતરે પોલિસ આ મામલે કાર્યવાહી પણ કરતી હોય છે. સુરતના પૂર્ણા વિસ્તારની એક સોસાયટીમાં અનૈતિક પ્રવૃત્તિઓ ચાલતી હોવાના આક્ષેપ સાથે જનતા રેડ કરવામાં આવી હતી. આ દરમિયાન સંચાલક અને લોકો વચ્ચે ગરમાગરમી જોવા મળી હતી. પોલિસને જાણ થતાં સર્વિલન્સ સ્ટાફ સાથે પોલિસ ઘટના સ્થળે પહોંચી હતી.

Recommended Video

સુરત : પુણા વિસ્તારની સોસાયટીના ફ્લેટમાં કુટણખાનું ચાલતું હોવાનો આક્ષેપ, પોલીસ તપાસ કરી

surat

જો કે પ્રાથમિક તપાસમાં અંદરોઅંદરના ઝઘડામાં આ પ્રકારની વાત ફેલાવી હોવાનુ પોલિસે જણાવ્યુ હતુ. હજુ સુધી કોઈ અનૈતિક પ્રવૃત્તિ ચાલતી હોવાના કોઈ નક્કર પુરાવા પોલિસને હાથ લાગ્યા નથી. હાલ તો પોલિસે ફ્લેટમાં રહેતી મહિલાની માહિતી મેળવવાની તજવીજ શરૂ કરી છે. પોલિસ કંટ્રોલ રૂમમાં કૉલ આવ્યો હતો કે પૂર્ણા વિસ્તારમાં આવેલ બૂટભવાની પાસે શિવરંજની સોસાયટીમાં એક મહિલા પોતાના ફ્લેટમાં કૂટણખાનુ ચલાવી રહી છે.

આ ફ્લેટમાં ચાલતા કૂટણખાના પર જનતા રેડ થઈ છે. બનાવને પગલે કંટ્રોલ રૂમને જાણ કરતા પોલિસ દોડતી થઈ હતી. તાત્કાલિક સર્વેલન્સ વિભાગ સાથે પોલિસની પીસીઆર વાન અને પોલિસ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી ગયા હતા. જ્યાં શિવરંજની અપાર્ટમેન્ટમાં તપાસ કરતાં આવુ કંઈ જ ન હોવાનુ પોલિસ જણાવી રહી છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X