સુરતમાં હોસ્પિટલમાં ભરતી થતા કોરોના દર્દીઓ થયા બમણા
સુરત શહેરમાં કોરોના દર્દીઓની સંખ્યા વધવા સાથે હોસ્પિટલોમાં ભરતી થતા દર્દીઓની સંખ્યા બમણી થઈ ગઈ છે.
સુરતઃ કોરોના વાયરસની બીજી લહેરે દેશના અમુક રાજ્યોમાં ઝડપથી ફેલાઈ રહી છે એવામાં સુરત શહેરમાં કોરોના દર્દીઓની સંખ્યા વધવા સાથે હોસ્પિટલોમાં ભરતી થતા દર્દીઓની સંખ્યા બમણી થઈ ગઈ છે. રવિવારે કોરોના દર્દીઓની સંખ્યા 17 હતી જ્યારે સોમવારે આ 35 કોરોના દર્દી ભરતી થયા. શહેર અને જિલ્લાની વાત કરીએ તો સોમવારે નવા દર્દીઓની સંખ્યા 262 સુધી પહોચી ગઈ. વળી 146 દર્દીઓ રિકવર થઈને ઘરે જતા રહ્યા. હાલમાં સુરત જિલ્લામાં પૉઝિટીવ દર્દીઓની સંખ્યા 56,096 થઈ ગઈ છે જેમાં 1140 લોકોના મોત થઈ ચૂક્યા છે.

સુરતમાં મોટી સંખ્યામાં પૉઝિટીવ કેસ મળી રહ્યા છે
મનપા કમિશ્નર બંછાનિધિ પાણિએ જણાવ્યુ કે યુકે અને સાઉથ સ્ટ્રેનની સુરતમાં પુષ્ટિ થઈ ચૂકી છે. ત્યારબાદ મોટી સંખ્યામાં પૉઝિટીવ કેસ મળી રહ્યા છે. છેલ્લા 24 કલાકમાં કોરોના દર્દીઓના હોસ્પિટલમાં ભરતી થવાનો દર બમણો થઈ ગયો છે. જેમાં અઠવા ઝોનના પાંચ વૉર્ડ સિટીલાઈટ, વેસુ, પનાસ, અલથાણ અને અઠવામાં વધુ કેસ છે. રાંદેર ઝોનમાં ત્રણ વૉર્ડ પાલ, અડાજણ અને અડાજણ પાટિયા વિસ્તાર અને લિંબાયત ઝોનમાં ગોડાદરા અને ડિંડોલીમાં પણ વધુ કેસ સામે આવી રહ્યા છે. મનપા આરોગ્ય વિભાગના જણાવ્યા મુજબ સોમવારે જે નવા 240 પૉઝિટીવ દર્દી ભરતી થયા તેમાં સૌથી વધુ અઠવા ઝોનમાં 65, રાંદેર ઝોનમાં 51, લિંબાયત ઝોનમાં 30, કતારગામ, સેન્ટ્રલ ઝોનમાં 21-21, ઉધના, વરાછા-એ ઝોનમાં 19-19, વરાછા-બી ઝોનમાં 14 કોરોના પૉઝિટીવ દર્દી મળ્યા છે. અત્યાર સુધી શહેરમાં કુલ 42,716 કોરોના પૉઝિટીવ દર્દી મળ્યા જેમાં 40,753ને રિકવર થયા બાદ રજા આપી દેવામાં આવી છે. જિલ્લામાં અત્યાર સુધી 13,380 દર્દી મળ્યા છે. વળી, 12,875 લોકો રિકવર થયા છે.

37 વિદ્યાર્થી કોરોના પૉઝિટીવ મળ્યા
શાળા અને કૉલેજોમાં કોરોના ટેસ્ટીંગ અભિયાનમાં સોમવારે 37 વિદ્યાર્થી, કર્મચારી પૉઝિટીવ મળી આવ્યા છે. શનિવારે આ સંખ્યા 30 હતી. આમાં લિંબાયત ભાઠેના કુમાર છાત્રાલયમાં 3 છાત્ર, નવાગામ સુમન સ્કૂલ-8માં 3 છાત્ર, ગોડાદરા અરિહંત એકેડમી 4 છાત્ર, અઠવા ઝોનમાં મહેશ્વરી સ્કૂલમાં એક છાત્ર, ડી કે ભટારકર સ્કૂલમાં 2 છાત્ર, રાંદેરમાં ડી આર રાણા સ્કૂલમાં એક શિક્ષક પૉઝિટીવ મળ્યા છે. સુમુલ ડેરી બર્ફીવાલા કૉલેજ, કે પી કૉમર્સ કૉલેજ, પી આર ખાંટીવાલા સ્કૂલ, ઉધનામાં શ્રી સાંઈબાબા મરાઠી વિદ્યાલયમાં 3, કતારગામમાં ગજેરા સ્કૂલ, ડીઆરબી કૉલેજ, વેસુ, અમરોલી જીવન જ્યોત સ્કૂલ, ભગવાન મહાવીર કૉલેડ, આશાદીપ સ્કૂલ, કરંજ સરકારી સ્કૂલ, નોબેલ પબ્લિક સ્કૂલ, એસ એસ અગ્રવાલ કૉલેજ, પીપી સવાણી સ્કૂલ અને મલિબા ફાર્મસી કૉલેજમાં છાત્ર અને શિક્ષકનો રિપોર્ટ પૉઝિટીવ આવ્યો છે.

ન્યૂમોનિયાના કારણે મોત
તમને જણાવી દઈએ કે છેલ્લા પાંચ દિવસમાં 3 કોરોના દર્દીઓના મોત થયા છે જેમાં બે વૃદ્ધ અને એક મહિલા શામેલ છે. છેલ્લા અમુક દિવસોમાં થયેલ મોતને જોઈએ તો ન્યૂમોનિયાના કારણે કોરોના દર્દીઓના મોત થયા છે. આ ઉપરાંત ટેક્સટાઈલ,જરી, કંસ્ટ્રક્શન સહિત 16 વેપારી, સીએ, પી ટી સાયન્સ કૉલેજના પ્રોફેસર, સ્ટેશન રોડ પર સ્પેર પાર્ટસ દુકાનદાર, રિયલ એસ્ટેટના 3 બ્રોકર, વીઆઈપી રોડ પેટ્રોલ પંપના માલિક, પાંડેસરા રાજ લક્ષ્મી ડાઈંગ મિલના માસ્ટર, એસ્સામાં એન્જિનિયર, બૉમ્બે માર્કેટ કર્મચારી, ખેડૂત, ગોટાલાવાડીમાં દુકાન, એચડીએફસી બેંક કર્મચારી, મેડિકલ રિપ્રેઝન્ટેટીવ, સિવિલ એન્જિનિયર, વડોદરામાં નોકરી, કતારગામ હિરા ઑફિસમાં અકાઉન્ટન્ટ, ઉધનામમાં એનિમેશન વર્ક, ટેક્સટાઈલ બ્રોકર સહિત અન્ય લોકોનો કોરોના રિપોર્ટ પોૉઝિટીવ આવ્યો છે.












Click it and Unblock the Notifications
