Surat: નવી સિવિલ હોસ્પિટલમાં શિક્ષકો માટે સીપીઆર પ્રશિક્ષણ અભિયન શરૂ કરાયું

Surat: સુરતમાં નવી સિવિલ હોસ્પિટલના ઓડિટોરિયમ હોલમાં શિક્ષકો માટે સીપીઆર પ્રશિક્ષણ અભિયાનમાં વન અને પર્યાવરણ રાજ્ય મંત્રી મુકેશ પટેલની હાજરીની ઉપસ્થિતિમાં જિલ્લાના શિક્ષકોને સીપીઆર પ્રશિક્ષણ આપવામાં આવ્યું હતું. સુરત જિલ્લાના 2400થી વધુ શાળા-કોલેજ શિક્ષકોને સિવિલ હોસ્પિટલમાં સીપીઆર પ્રશિક્ષણ આપવામાં આવ્યું છે.

આ પ્રસંગે શિક્ષણ પ્રત્યે સમર્પિત શિક્ષકોને સંબોધતા વન અને પર્યાવરણ મંત્રી મુકેશ પટેલે જણાવ્યું હતું કે, હાર્ટ એટેકના દર્દીઓના જીવ બચાવવા માટે સીપીઆર (કાર્ડિયોપલ્મોનરી રિસુસિટેશન)ની તાલીમ લેવી ખૂબ જ જરૂરી છે. શિક્ષક સમાજ અને રાષ્ટ્રના સર્જક છે.

new civil hospital

માતા બાળકને જન્મ આપે છે, પરંતુ જીવન જીવવાનું અને શીખવવાનું કામ શિક્ષકો કરે છે. જો શિક્ષકો વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓને CPRની તાલીમ આપે, તો નજીકના ભવિષ્યમાં આ તાલીમ દરેક ઘરે પહોંચશે.

ડૉક્ટર સેલ, આરોગ્ય વિભાગ અને શિક્ષકોની કામગીરીને બિરદાવી હતી. મંત્રીએ જણાવ્યું હતું કે, અમૂલ્ય જીવન બચાવવામાં શિક્ષકોને મદદરૂપ થવાના આશયથી દરેક નાગરિકે સીપીઆર તાલીમ આપવી જોઈએ, અને હૃદયરોગના હુમલાને રોકવામાં સીપીઆર તાલીમ ખૂબ જ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે.

આ પ્રસંગે સુરત શહેર ભાજપ પ્રમુખ અને પૂર્વ મેયર નિરંજનભાઈ ઝાંઝમેરા, ડૉક્ટર સેલના પ્રમુખ ડૉ. વીરેન્દ્ર મહિડા, ઉપપ્રમુખ ડૉક્ટર સેલ ડૉ. ચેતનભાઈ પટેલ, ડીઈઓ, સિવિલ હોસ્પિટલના મેડિકલ અધિક્ષક ડૉ. ગણેશ ગોવેકર, આરએમઓ ડૉ. કેતન નાયક, ડૉ. નર્સીંગ કાઉન્સીલ કે. ઇકબાલ કડીવાલા, નર્સીંગ કોલેજના પ્રોફેસર કિરણ દોમડીયા, ડૉક્ટર સેલમાં કેતનભાઇ પટેલ ઉપપ્રમુખ ડૉ. પ્રિયંકા સોલંકી, સિન્ડીકેટ સભ્ય ડૉ. પારૂલ વડગામા, આઇટી સેલના વિજય રાદડીયા, જિલ્લા સંગઠન મહામંત્રી કિશનભાઇ પટેલ, ભદ્રેશભાઇ પટેલ અનસેસ્ટીયા ડૉ. તાલીમમાં રહેલી ટીમ અને સિવિલ હોસ્પિટલના પ્રિન્સિપાલ, સુરત જિલ્લાની વિવિધ શાળાના શિક્ષકો અને શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X