સુરતના વકીલોનો અભૂતપૂર્વ નિર્ણય, રેમડેસિવિરની કાળાબજારી કરનારાઓનો કેસ નહિ લડે

સુરતના વકીલોનો અભૂતપૂર્વ નિર્ણય, રેમડેસિવિરની કાળાબજારી કરનારાઓનો કેસ નહિ લડે

સુરત શહેર સહિત દેશભરમાં કોરોનાએ મહામારીનું રૂપ ધારણ કરી લીધું છે. કોરોનામાં કારગત મનાતી રેમડેસિવિર ઈન્જેક્શનની ભારે ડિમાન્ડ છેચ લોકો કોઈપણ કિંમતે ઈંજેક્શન લેવા માટે તૈયાર છે. એવામાં સુરતમાં કેટલાક લોકો રેમડેસિવિરની કાળાબજારી કરતા પકડાયા. જેમાં હોસ્પિટલના લોકો પણ સામેલ છે.

surat bar association

સુરત જિલ્લા બાર એસોસિએશનના પદાધિકારીઓની ઑનલાઈન બેઠકમાં રેમડેસિવિર ઈન્જેક્શનની કાળાબજારીના અપરાધિક ષડયંત્રમાં સામેલ આરોપીઓનો કેસ નહિ લડવાનો ફેસલો લીધો છે.

સુરત જિલ્લા બાર એસોસિએશનના પદાધિકારીઓની એક ડિજિટલ બેઠક થઈ. જેમાં કોરોના સમયમાં પણ ડુપ્લીકેટ રેમડેસિવિર ઈન્જેક્શન બનાવી કાળાબજારી કરવી અથવા વેચનારા આરોપીઓને કેસ ના લડવાનો ફેસલો કર્યો છે. જિલ્લા બાર એસોસિએશનના ઉપાધ્યક્ષ નૌશાદ જસોલિયાએ કહ્યું કે બેઠકમાં ઈંજેક્શનની કાળાબજારી કરનારાઓના અપરાધિક કૃત્યની આકરી નિંદા કરી છે. જ્યારે હોસ્પિટલના વેંટિલેટર પર દર્દી જીવન અને મોત વચ્ચે લડાઈ લડી રહ્યો હોય છે ત્યારે રેમડેસિવિર ઈન્જેક્શન માટે સંબંધીઓ પર દબાણ નાખવામાં આવે છે. એવામાં કેટલાય અવસર પરસ્ત લોકોએ ડુપ્લિકેટ ઈંજેક્શન બનાવવા શરૂ કરી દીધાં અને કાળાબજારી કરી રહ્યા છે. આવા જ એક કેસમાં પકડાયેલા સુરતના બે ડૉક્ટરના જામીન આજે રદ્દ થઈ ગયા છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X