For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મહારાષ્ટ્રની કંપનીએ દૂધનો નકલી પાવડર મોકલી સુરતના વેપારી સાથે કરી 90 લાખની છેતરપિંડી

ગુજરાતમાં સુરતના પૂણા ગામ સ્થિત સરિતા સોસાયટીના વેપારી સાથે 90 લાખ રૂપિયાની ઠગાઈ થઈ ગઈ.

|
Google Oneindia Gujarati News

સુરતઃ ગુજરાતમાં સુરતના પૂણા ગામ સ્થિત સરિતા સોસાયટીના વેપારી સાથે 90 લાખ રૂપિયાની ઠગાઈ થઈ ગઈ. વેપારી હાર્દિક અરવિંદભાઈ વાંસોલિયા પટેલ એન્ટરપ્રાઈઝના નામથી વેપાર કરે છે. અરવિંદે પોલિસ સામે છેતરપિંડીનો કેસ નોંધાવ્યો છે. ફરિયાદ અનુસાર મહારાષ્ટ્રના સોલાપુરની કંપનીએ પેમેન્ટ લીધા બાદ નકલી ડેરી સ્કીમ મિલ્ક પાવડર મોકલી દીધો હતો. આ વિશે સોલાપુરના કિશન સંકુલ સ્થિત શ્રી રેવા સિદ્ધા ટ્રેડર્સ સામે કેસ નોંધવામાં આવ્યો છે.

guj milk

હાર્દિક અરવિંદભાઈએ જણાવ્યુ કે, 'અમે ફ્રૂટ સલાડ કે અન્ય વ્યંજન બનાવવા માટે ડેરી સ્કીમ મિલ્ક પાવડરનો ઉપયોગ કરીએ છીએ. અમે મહારાષ્ટ્રમાં શ્રી રેવા સિદ્ધા ટ્રેડર્સના નામથી વેપાર કરનાર વૈજનાથનો સંપર્ક કર્યો હતો. વૈજનાથે બે વાર તો અસલી મિલ્ક પાવડર મોકલ્યો હતો પરંતુ ત્યારબાદ 90 લાખ રૂપિયાનુ એડવાન્સ લઈને નકલી મિલ્ક પાવડર મોકલી દીધો. અમે તેની તપાસ કરાવી. એફએલએલની તપાસમાં તે નકલી નીકળ્યો. તે પાવડર ઘઉંના લોટ જેવો દેખાતો હતો. આ અમારી સાથે છેતરપિંડી કરવામાં આવી.'

પોલિસે જણાવ્યુ કે અમે પૂણા ગામ સ્થિત સરિતા સોસાયટીમાં રહેતા હાર્દિક અરવિંદભાઈ નામના વેપારીની ફરિયાદ મળી છે કે જે વાસોલિયા પટેલ એન્ટરપ્રાઈઝના નામથી વેપાર કરે છે. તેમનુ કહેવુ છે કે તે ફ્રૂટ સલાડ અને અન્ય વ્યંજન બનાવવામાં મિલ્ક પાવડરનો ઉપયોગ કરે છે અને તેમણે પાવડર મહારાષ્ટ્રની કંપની પાસેથી ખરીદ્યો હતો. તે પાવડર નકલી હતો, આ છેતરપિંડી માટે હાર્દિક અરવિંદભાઈ તરફથી ફરિયાદ નોંધાવવામાં આવી છે. હવે આરોપી સામે તપાસ કરવામાં આવી રહી છે.

કોંગ્રેસે જારી કરી યુપી-ઝારખંડ માટે ઉમેદવારોની લિસ્ટકોંગ્રેસે જારી કરી યુપી-ઝારખંડ માટે ઉમેદવારોની લિસ્ટ

English summary
Surat: Duplicate Milk Powder sent by Solapur company to a businessman, Rs. 90 lakh cheated.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X