સુરત 1.63 કરોડની લૂંટ કેસમાં વધુ બે આરોપીની ધરપકડ!

સુરત : સુરતના કંસારા શેરીમાં સોના-ચાંદીના વેપારી પાસેથી 1.63 કરોડ ભરેલી બેગ લૂંટવાના કેસમાં મહિધરપુરા પોલીસે વધુ બે આરોપીઓની ધરપકડ કરી મુખ્ય આરોપીને કોર્ટમાં રજૂ કર્યો હતો. પોલીસે ત્રણેયને પૂછપરછ માટે સાત દિવસના રિમાન્ડ મેળવ્યા છે.

1.63 crore robbery case

પોલીસના જણાવ્યા અનુસાર, અમરેલીના રહેવાસી મિતેશસિંહ પરમાર ઉર્ફે દરબા, છાપરાભાઠાના રહેવાસી રાજુ કુંવર અને સન્ની કંટારિયા તેમજ બે ફરાર આરોપી અમરેલીના રહેવાસી તૌસીફ સૈયદ અને સમીર ચુડાસમાએ લૂંટનું કાવતરું ઘડ્યું હતું. પીડિત શરદ સોલંકરના પરિચીત નિલેશની ખોડિયાર નગરમાં આવેલી M2M કપડાની દુકાનમાં કામ કરતો મિતેષ શરદના ધંધા વિશે જાણતો હતો.

જે બાદ તેણે તેના સાથીદારોને લૂંટ માટે તૈયાર કર્યા હતા. આરોપીઓએ શરદની રેકી કરી હતી. આ દરમિયાન સોદાની રકમ વધુ હોવાથી નિલેશે તેને સાથે મોકલ્યો હતો. તેણે તેના સાથીદારો સાથે કંસારા શેરીમાં હુમલો કર્યો અને શરદને સ્કૂટર પર લઈને ત્યાં પહોંચ્યો. ત્યાં રાજુ, સની અને સમીરે છરી બતાવીને પૈસા ભરેલી બેગ લૂંટી લીધી હતી. સમીર અને તૌસીફ ફરાર છે, તેમની શોધખોળ ચાલુ છે. ઉલ્લેખનિય છે કે સુરતમાં સતત લૂંટ સહિતના ગુનાઓ વધી રહ્યાં છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X