વલસાડના પારડીમાં વિશ્વાસથી વિકાસયાત્રા કાર્યક્રમ યોજાયો!
વલસાડ જિલ્લાના પારડીમાં મોરારજી દેસાઈ ઓડીટોરિયમ ખાતે ગુજરાત સરકાર દ્વારા પ્રાંત કક્ષાના વિશ્વાસથી વિકાસ યાત્રા અંતર્ગત પારડી અને વાપી તાલુકામાં 86.70 લાખના 40 વિકાસના કાર્યોનું ઇ-લોકાર્પણ તથા 4.86 કરોડના 132 કામોનું ઇ-ખા
વલસાડ જિલ્લાના પારડીમાં મોરારજી દેસાઈ ઓડીટોરિયમ ખાતે ગુજરાત સરકાર દ્વારા પ્રાંત કક્ષાના વિશ્વાસથી વિકાસ યાત્રા અંતર્ગત પારડી અને વાપી તાલુકામાં 86.70 લાખના 40 વિકાસના કાર્યોનું ઇ-લોકાર્પણ તથા 4.86 કરોડના 132 કામોનું ઇ-ખાતમુહૂર્ત કરાયું હતું.

ગુજરાત સરકાર દ્વારા વિશ્વાસથી વિકાસયાત્રાના આયોજન દરમિયાન વિવિધ વિભાગોના સહયોગથી વિકાસ કાર્યોનું ઈ- લોકાર્પણ અને ઈ- ખાતમુહૂર્ત વલસાડના સાંસદ કે.સી.પટેલની અધ્યક્ષતામાં કરાયુ હતું. આ દરમિયાન સાંસદે જણાવ્યું હતુ કે, ગુજરાત રાજ્યના છેલ્લા 2 દાયકા દરમિયાન ગુજરાતનો દરેક ક્ષેત્રમાં વિકાસ થયો હોવાનું જણાવ્યું હતું. હાલમાં રાજયના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની આગેવાની હેઠળ બજેટમાં આદિવાસી વિસ્તારોમાં 100 મોબાઈલ ટાવર માટે સ્થાપવા માટેનું 500 કરોડનું આયોજન કરવામાં આવ્યું છે. અસ્ટોલ યોજનાથી ધરમપુર-કપરાડાના 172 ગામોને પીવાનું પાણી પહોંચતુ કર્યું છે. પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજના અને સીઆરએફમાંથી વલસાડ ડાંગના સંસદીય મત વિસ્તારમાં નવા રસ્તાઓના કામો કરવામાં આવ્યા છે. તેમજ કેન્દ્ર સરકારના દૂર સંચાર મંત્રાલય દ્વારા 35 નવા ટાવરો અને હાલમાં ટુજી નેટવર્કના 157 ટાવરોને થ્રીજી નેટવર્કમાં અપગ્રેડ કરવામાં આવ્યા છે.
ઉમરગામના ધારાસભ્ય રમણલાલ પાટકરે જણાવ્યું કે, નાણામંત્રી કનુ દેસાઈના પ્રયાસથી જિલ્લામાં વિકાસના અનેક કામ થઈ રહ્યા છે. સરકારની અનેક વિધ યોજનાથી લોકોનું જીવન ધોરણ પણ બદલાયું છે. રસ્તા, પાણી, ગટર, શિક્ષણ અને આરોગ્ય સહિતની પ્રાથમિક સુવિધાઓ હવે લોકોને ઘર આંગણે મળતી થઈ છે. આ પ્રસંગે માહિતી ખાતા દ્વારા તૈયાર કરાયેલી ગુજરાતની વિકાસ ગાથા ફિલ્મનું નિદર્શન કરવામાં આવ્યું હતું.












Click it and Unblock the Notifications
