ગુપ્ત મતદાનના નિયમનો ભંગ, EVM પર આધાર કાર્ડ મુકી મતદાન કરતો વીડિયો વાયરલ!

ગુજરાત વિધાનસભા ચૂંટણીને લઈને પ્રથમ તબક્કાનું મતદાન ચાલી રહ્યુ છે. સવારથી જ મતદાનને લઈને લોકોમાં ઉત્સાહનો માહોલ છે અને સ્થાનિક મતદાન બુથ પર લોકો ઉમટી રહ્યા છે.

અંકલેશ્વર : ગુજરાત વિધાનસભા ચૂંટણીને લઈને પ્રથમ તબક્કાનું મતદાન ચાલી રહ્યુ છે. સવારથી જ મતદાનને લઈને લોકોમાં ઉત્સાહનો માહોલ છે અને સ્થાનિક મતદાન બુથ પર લોકો ઉમટી રહ્યા છે. કેટલાક બુથ પર લાંબી લાઈનો જોવા મળી રહી છે ત્યારે હવે ગુપ્ત મતદાનના નિયમનો ભંગ કરતો એક વીડિયો વાયરલ થયો છે.

EVM

89 સીટો પર પ્રથમ તબક્કાનું મતદાન ચાલી રહ્યુ છે ત્યારે સોશિયલ મીડિયામાં એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં એક મતદાતા ઈવીએમ પર આધારકાર્ડ મુકીને મત કરતા જોઈ શકાય છે. આ વીડિયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ રહ્યો છે. સોશિયલ મીડિયા પર લોકો કાર્યવાહીની માંગ કરી રહ્યા છે.

વીડિયોને લઈને દાવો કરવામાં આવી રહ્યો છે કે આ વીડિયો અંકલેશ્વર વિધાનસભા વિસ્તારનો છે. મતદારે મતદાન દરમિયાન આ વીડિયો વાયરલ કર્યો છે. હાલ આ વીડિયો વિવાદનું કારણ બની રહ્યો છે. અહીં તમને જણાવી દઈએ કે, ગુજરાત વિધાનસભા ચૂંટણીની પ્રથમ તબક્કાની 89 બેઠકો માટે મતદાન ચાલી રહ્યુ છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X