સુરતના કતારગામમાં બીડી માંગવા મુદ્દે યુવકની હત્યા!

સુરત શહેરના કતારગામ વિસ્તારમાં માત્ર એક રૂપિયાની બીડી માટે બે સગીરોએ યુવકની હત્યા કરી નાખી હતી. સ્થાનિક લોકો દ્વારા યુવકના મૃતદેહની માહિતી મળતા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી.

સુરત : સુરત શહેરના કતારગામ વિસ્તારમાં માત્ર એક રૂપિયાની બીડી માટે બે સગીરોએ યુવકની હત્યા કરી નાખી હતી. સ્થાનિક લોકો દ્વારા યુવકના મૃતદેહની માહિતી મળતા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. પોલીસે આ મામલે તપાસ શરૂ કરી છે અને બે સગીરોની અટકાયત કરી છે.

murder

સુરતના કતારગામ વિસ્તારમાં લલિતા ચોકડી પાસે ફૂટપાથ પર યુવકની લાશ પડી હોવાની સ્થાનિકોએ પોલીસને જાણ કરી હતી. ઘટનાની જાણ થતા કતારગામ પોલીસે ઘટના સ્થળે પહોંચી મૃતક યુવકની ઓળખ કરી તેના મોતનું કારણ જાણવા તપાસ શરૂ કરી હતી.

પોલીસની પ્રાથમિક તપાસમાં એવું સામે આવ્યું છે કે, મૃતક ફૂટપાથ પર બેઠો હતો ત્યારે ત્યાં રહેતા બે સગીરો આવ્યા અને મૃતક પાસેથી બીડીની માંગણી કરવા લાગ્યા. બીડી આપવાની ના પાડતા બોલાચાલી થઈ હતી અને હિંસક સ્વરૂપ ધારણ કરતા સગીરોએ તેની છાતીમાં છરો મારી દીધો હતો. પોલીસે હત્યાનો ગુનો નોંધી બંને સગીરોને કસ્ટડીમાં લઈ પૂછપરછ શરૂ કરી છે.

તમને જણાવી દઈએ કે સુરતમાં સતત હત્યા અને લૂંટફાટના બનાવો બનતા જ રહે છે. આજે સ્થિતી એ છે કે સુરત ગુજરાતનું ક્રાઈમ કેપિટલ ગણાવા લાગ્યુ છે. લાગે છે કે હવે સુરતમાં ગુનેગારોને પોલીસનો કોઈ ખૌફ રહ્યો નથી.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X