સોફ્ટવેર કંપની ના ડેટા ચોરી નો ગુજરાત નો સૌ પ્રથમ કેસ અમદાવાદ માં નોંધાયો

અમદાવાદના પ્રહલાદનગરમાં આવેલી એક સોફ્ટવેર અને મોબાઇલ એપ્લીકેશન બનાવતી કંપનીમાં કોઇ પાસવર્ડનો ઉપયોગ કર્યો કરીને રૂપિયા 20 લાખની કિંમતના ડેટાની ચોરી કરી.

અમદાવાદના પ્રહલાદનગરમાં આવેલી એક સોફ્ટવેર અને મોબાઇલ એપ્લીકેશન બનાવતી કંપનીમાં કોઇ પાસવર્ડનો ઉપયોગ કર્યો કરીને રૂપિયા 20 લાખની કિંમતના ડેટાની ચોરી કરી લીધાની ફરીયાદ આનંદનગર પોલીસ સ્ટેશનમાં નોંધવામાં આવી છે. ડેટા ચોરીનો ગુજરાત રાજ્યનો સૌ પ્રથમ કેસ છે.

ahmedabad

આ બનાવની વિગતો એવી છે કે અમગદાવાદના સેટેલાઇટ વિસ્તારમાં આવેલા મંગલદીપ એપાર્ટમેન્ટમાં રહેતા દર્શીલ શાહ પ્રહલાદનગર ઇન્ફીનીટી ટાવરમાં હેશચેઇન્સ ટેકનોલોજી નામની કંપની ધરાવે છે . જેમાં સોફ્ટેવેર અને એપ્લીકેશન બનાવવાની કામગીરી કરવામાં આવે છે. આ માટે તેમણે એક વેબસાઇટ પરથી એક સર્વર ભાડે લીધું હતું અને અમદાવાદની ઓફ ટ્રેક થીન્કર્સ નામની કંપનીને સર્વર મેનેજ કરવાની કામગીરી સોંપવામાં આવી હતી. આ માટે કંપનીના દિવ્યેશ કામોથી સર્વર મેેનેજની કામગીરી કરે છે. ગત 19મી અને 21મી ફેબ્રુઆરી 2018મના રોજ તેમના સર્વરમાંથી ખુબ મોટા પ્રમાણમાં ડેટાની ચોરી થઇ હતી. આ અંગે દિવ્યેશે જણાવ્યું હતું કે સર્વરમાંથી ડેટાની ચોરી કોઇ બહારથી નથી કરી પણ પ્રાઇવેટ કી અને પાસવર્ડનો ઉપયોગ કરીને મહત્વના ડેટા ટ્રાન્સફર કરી દીધા હતા. જેથી આ બાબતને ગંભીરતાથી લઇને બીજો ડેટા બેકઅપ લઇ લીધો હતો અને આ અંગે આનંદનગર પોલીસ સ્ટેશનમાં આઇપીસીની કલમ 406 અને ઇન્ફોર્મેશન ટેકનોલોજીની કલમ 66 હેઠળ ગુનો નોંધાવતા પોલીસે ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે.

પોલીસનું માનવુ છે કે કોઇ જાણીતી વ્યક્તિએ પાસવર્ડ લઇને ડેટાની ચોરી કરી લીધી હોવાની આશંકા છે. અને જેમાં કંપનીના સ્ટાફની પુછપરછ કરવામાં આવશે.

ઉચ્ચ પોલીસ અધિકારીઓના જણાવ્યા મુજબ ડેટા ચોરીનો ગુજરાત રાજ્યનો સૌ ્ પ્રથમ કેસ છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X