Accident News: વડોદરામાં ટ્રક અને ટેન્કર વચ્ચે અકસ્માત, ત્રણ લોકોના મોત

Accident News : વડોદરા જિલ્લામાં રવિવારની સવારે ટ્રક અને ટેન્કર વચ્ચે અકસ્માત થયો હતો. આ અકસ્માતમાં ત્રણ લોકોના મોત થયા હતા. આ સાથે આ ઘટનામાં એક અન્ય વ્યક્તિ પણ ઘાયલ થયો હતો.

સવારે 6.30 કલાકે આ અકસ્માત સર્જાયો હતો. વડોદરા પોલીસે સ્ટેશનના અધિકારીએ જણાવ્યું કે, અકસ્માત વડોદરા શહેરથી 40 કિમી દૂર માસર ગામ પાસે સવારે 6.30 કલાકે થયો હતો.

accident

ગુજરાતના વડોદરા જિલ્લામાં રવિવારે સવારે એક ટ્રક અને ટેન્કરની ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો, જેના કારણે બંનેના ડ્રાઈવરની કેબિનમાં આગ લાગી હતી. આગના કારણે બંને વાહનોના ડ્રાઈવર અને ટેન્કર ક્લીનર બળીને ખાખ થઈ ગયા હતા.

પાદરા અને જંબુસરને જોડતા રાજ્ય ધોરીમાર્ગ પર ગુજરાતના મોરબીથી મહારાષ્ટ્ર જઈ રહેલી ટાઈલ્સ ભરીને એક ટ્રક ખાલી ટેન્કર સાથે અથડાઈ હતી. આ અકસ્માતને પગલે ટ્રક અને ટેન્કર બંનેના ડ્રાઇવરની કેબિનમાં આગ લાગી હતી.

ડ્રાઈવર અને ક્લીનર ભડથું - અધિકારીએ જણાવ્યું હતું કે, બંને વાહનોના ડ્રાઈવર અને ટેન્કર ક્લીનર બળીને મૃત્યુ પામ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે, ટ્રકના ક્લીનરને દાઝી જવાથી ઈજા થઈ હતી અને તેને સારવાર માટે વડોદરાની સરકારી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X