For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Video: વડોદરાના રસ્તાઓ પર લટાર મારી રહ્યો હતો મઘર, પકડવામાં પરસેવો છૂટી ગયો

Video: વડોદરાના રસ્તાઓ પર લટાર મારી રહ્યો હતો મઘર, પકડવામાં પરસેવો છૂટી ગયો

|
Google Oneindia Gujarati News

વડોદરાઃ ગુજરાતમાં પાછલા ત્રણ દિવસથી સતત વરસાદ થી રહ્યો છે જેને કારણે ફરી એકવાર શહેરના રસ્તા નદીઓમાં તબ્દિલ થયા છે, વડોદરામાં લોકોના ઘરની અંદર પણ પાણી ભરાઈ ગયાં છે. શહેરના મોટાભાગના વિસ્તારોમાં એકથી દોઢ ફીટ પાણી ભરાઈ ગયું છે. વરસાદના કારણે અહીં રસ્તા પાણીમય થઈ ગયા છે, જેથી અહીં ખતરનાક મઘર ફરતા થઈ ગયા છે. હાલમાં જ એક વીડિયો સામે આવ્યો જેમાં કેટલાક લોકો મઘરને રેસ્ક્યૂ કરતા જોવા મળી રહ્યા છે.

મઘરનો વધુ એક મામલો

મઘરનો વધુ એક મામલો

અવાર નવાર વડોદરામાં મઘરનો આમનો સામનો થતો રહે છે. ગુજરાતની વિશ્વામિત્રી નદીમાં મોટી સંખ્યામાં મઘર રહેતા હોવાથી પૂરની સ્થિતિમાં આ ખતરનાક મઘર વડોદરામાં ઘૂસી જાય છે. એવા કેલાય વીડિયો સામે આવી ચૂક્યા છે જેમાં નાના મોટા મઘરને શહેરથી રેસ્ક્યૂ કરતા જોવા મળ્યા છે. હવે તાજો મામલો વડોદરામાં એક આવાસીય ક્ષેત્રથી સામે આવ્યો છે, જ્યાં સ્થાનિક લોકોએ રસ્તા કાંઠે એક જાહેર બાંકડા નીચે મઘરને જોયો.

ગલીઓમાં ફરી રહ્યો હતો મઘર

ગલીઓમાં ફરી રહ્યો હતો મઘર

આ ખતરનાક મઘરને જોયા બાદ લોકોના હાથ પગ ધ્રુજવા લાગ્યા, ઉતાવળે એક શખ્સે પશુ કલ્યાણ સંગઠન જીએસપીસીએના અધિકારીઓને ફોન કર્યો. જે બાદ જીએસપીસીએ વોલેન્ટિયર્સની એક ટીમ ઘટના સ્થળે પહોંચી મઘરને રેસ્ક્યૂ કરે છે. જેની સાથે જોડાયેલો એક વીડિયો પણ સામે આવ્યો છે જેમાં જોઈ શકાય છે કે પાંચ ફીટ લાંબો એક મઘર લોકોને બેસવાના બાંકડાની નીચે લપાઈને બેઠો હતો.

વોલેન્ટિયર્સે મઘરને કાબૂ કર્યો

વોલેન્ટિયર્સે મઘરને કાબૂ કર્યો

જીએસપીસીએ વોલેન્ટિયર્સે મઘર પર કાબૂ મેળવવામાં ભારે જહેમત ઉઠાવવી પડી. વિશાળ કદનો હોવાના કારણે મઘર ઘણો શક્તિશાળી પણ દેખાતો હતો, એક વોલેન્ટિયર બહુ મુશ્કેલીથી ડંડો અને નાળાથી તેને કાબૂમાં રાખે છે અને બીજો તેની આંખો પર કપડું નાખી તેને પાછળથી પકડવાની કોશિશ કરે છે. આ દરમિયાન મઘર ખુદને છોડાવવાની ઘણી કોશિશ કરે છે.

અગાઉ પણ આવા કેટલાય મામલા આવી ચૂક્યા છે

જણાવી દઈએ કે આ પહેલીવાર નથી જ્યારે ગુજરાતથી કોઈ આવો મામલો સામે આવ્યો હોય, અગાઉ પણ કેટલાય મામલા સામે આવી ચૂક્યા છે. પાછલા વર્ષે નવેમ્બરમાં વડોદરાના જ એક ઘરના બાથરૂમમાં વિશાળકાય મઘર જોવા મળ્યો હતો.ઘરવાળાઓએ તરત જ પશુ કલ્યાણ સંગઠનને ફોન કર્યો. તેમણે જણવ્યું કે ઘરમાં મઘર ઘૂસી આવ્યો છે. જે બાદ રાતે 2.45 વાગ્યે તેને રેસ્ક્યૂ કરી વિશ્વામિત્રી નદીમાં છોડી દેવામાં આવ્યો હતો.

દિલ્હીઃ શાહીન બાગના એક્ટિવિસ્ટ શહજાદ અલી ભાજપમાં સામેલ, CAA પર કહી આ વાતદિલ્હીઃ શાહીન બાગના એક્ટિવિસ્ટ શહજાદ અલી ભાજપમાં સામેલ, CAA પર કહી આ વાત

English summary
crocodile rescued from a street of vadodara
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X