કસ્ટડીમાં પિતાના મોત મામલે દીકરાએ CBI તપાસની માંગ કરી

કસ્ટડીમાં પિતાના મોત મામલે દીકરાએ CBI તપાસની માંગ કરી

વડોદરાના ફતેહગંજ પોલીસ સ્ટેશનમાં કથિત રીતે શૈખ બાબુ મોત થયું હતું. આ મામલે હવે મૃતકના પુત્ર શૈખ સલીમે ગુજરાત હાઈકોર્ટમાં અરજી કરીને કસ્ટોડિયલ મર્ડરની CBI તપાસ કરવા માંગ કરી. ગુરુવારે, સલીમએ તેના પિતાની કસ્ટડી માટે દાખલ કરેલી હેબિયા કોર્પસ અરજીની સુનાવણી દરમિયાન, તેના વકીલો ઇમ્તિયાઝ કુરેશી અને કેઆઈ કાઝીએ ઉચ્ચ અદાલતને વિનંતી કરી હતી કે, વડોદરા પોલીસ ચલાવી રહેલી તપાસને કેન્દ્રીય તપાસમાં ટ્રાન્સફર કરવામાં આવે. જેમાં નોંધવામાં આવ્યું હતું કે વડોદરા પોલીસ હજી સુધી 6 આરોપી પોલીસકર્મીમાંથી એકેયની ધરપકડ કરી શકી નથી, અરજદાર CID (ક્રાઈમ) સહિત ગુજરાત પોલીસની એકેય એજન્સી પાસે તબાસ કરાવવા નથી માંગતા.

custodial murder case vadodara

આ મુદ્દે એક આરોપી, ફતેગંજના પૂર્વ પોલીસ નિરીક્ષક ધર્મેન્દ્રસિંહ ગોહિલે ગુનો સંદર્ભે હાઇકોર્ટમાં અરજી કરી હોવાનું પણ ધ્યાન દોર્યું હતું. પરંતુ તપાસકર્તાઓ આરોપીને શોધી શક્યા નથી. હાઈકોર્ટે સરકારી વકીલને આ મુદે 5 ઓગસ્ટે સંબોધન કરવા જણાવ્યું છે.

જણાવી દઇએ કે 10 ડિસેમ્બર 2019ના રોજ એક ચોરીના કેસમાં શૈખ બાબુ નિસરને પોલીસે સમન મોકલ્યું હતું. ત્યારથી જ શૈખ બાબુ નિસરના પરિજનોને તેના વિશે કોઈ પતો નહોતો લાગ્યો. ત્યારે પોલીસ સ્ટેશનેથી રહસ્યમય રીતે શૈખ બાબુ ગાયબ થઇ જતાં તેના પુત્ર સલીમે વડોદરા પોલીસને તપાસ કરવાની વિનંતી કરી હતી. આ મામલે 6 પોલીસ કર્મચારીઓ સામે FIR નોંધવામાં આવી છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X