For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કેન્દ્રની સરકાર આંધડી, બહેરી અને બોબડી છેઃ અભિષેક ઉપાધ્યાય

કેન્દ્રની સરકાર આંધડી, બહેરી અને બોબડી છેઃ અભિષેક ઉપાધ્યાય

|
Google Oneindia Gujarati News

વનઈન્ડિયા સંવાદ કાર્યક્રમમાં વડોદરા જિલ્લા કોંગ્રેસ સંગઠનના મહામંત્રી અભિષેક ઉપાધ્યાય સાથે ખાસ વાતચીત કરી. જેમાં અભિષેક ઉપાધ્યાયે પેટ્રોલ-ડીઝલના ભાવ, ખેડૂત આંદોલન વગેરે મુદ્દે કેન્દ્ર સરકાર સામે અવાજ ઉઠાવ્યો.

abhishek upadhyay

પેટ્રોલ-ડીઝલ અને ગેસના ભાવ વધારા બાબતે કેન્દ્ર સરકાર પર પ્રહાર કરતાં અભિષેક ઉપાધ્યાયે કહ્યું કે, સમગ્ર ભારતમાં ગત દિવસે પ્રદેશ કોંગ્રેસ સમિતિ અને ઑલ ઈન્ડિયા કોંગ્રેસ સમિતિ અનુસાર પેટ્રોલ ડીઝલના ભાવ વધારાનો અમે વ્યાપક વિરોધ કર્યો છે અને વિપક્ષ તરીકે અમે સદંતર લોકોના જે પ્રશ્નો છે તે ઉઠાવીને ચાલીએ છીએ. પેટ્રોલ-ડીઝલના ભાવ વધારાથી માત્ર વાહનોને તેની અસર નથી પડતી, બલકે અન્ય જરૂરી ચીજવસ્તુઓ પણ મોંઘી થઈ જાય છે. ખેતી કામમાં પણ અસર પડે છે, ટ્રાન્સપોર્ટેશન ચાર્જ પણ વધી જતો હોય છે.

Recommended Video

ભરૂચ : વન ઇન્ડિયા સંવાદ : જિલ્લા કોંગ્રેસ સંગઠનના મહામંત્રી અભિષેક ઉપાધ્યાય સાથે ખાસ વાતચીત

કોંગ્રેસ વિધાનસભા ચૂંટણી નજીક હોય ત્યારે જ કેમ જાગે છે? આ સવાલના જવાબમાં પોતાની પાર્ટીનો બચાવ કરતાં અભિષેક ઉપાધ્યાયે કહ્યું કે, 'કોંગ્રેસ પક્ષ જ્યારે પણ આવા પ્રશ્નો આવે ત્યારે અમે આવા પ્રશ્નોને વાચા આપીએ છીએ, અમારું આ આંદોલન ચૂંટણી લક્ષી નથી હોતું. ચૂંટણી તો દર વર્ષે આવ્યા જ કરે.'

ખેડૂત આંદોલન પર કેન્દ્ર પર પ્રહાર કરતા અભિષેક ઉપાધ્યાયે કહ્યું કે, 'કેન્દ્રની સરકાર આંધળી, બહેરી અને બોબડી છે, વડાપ્રધાન વાતો કરવા માટે ટીવી પર આવે, પેટ્રોલ ડીઝલની વાત ન કરે, મોંઘવારી પર વાત ન કરે. ખેડૂતોના આ ત્રણ કાળા કાયદા પસાર કર્યા ત્યારે ખેડૂતો આટલી મક્કમતાથી સંઘર્ષ કરી રહ્યા છે છતાં સરકારના પેટનું પાણી હલતું નથી. લોકોને જ્યારે પ્રશ્ન હોય ત્યારે વિપક્ષ તરીકે અમારે અવાજ ઉઠાવવો જોઈએ તે નૈતિક બાબત છે.'

English summary
Vadodara District Congress General Secretary Abhishek Upadhyay attacks central govt
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X