For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Gujarat ATS : ગુજરાત ATSએ કરી મોટી કાર્યવાહી, વડોદરાની ફેક્ટરીમાંથી 500 કરોડનું ડ્રગ્સ જડપાયું

Gujarat ATS : ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીને લઈને ચાલી રહેલા રાજકીય ઘમાસાણ બાદ મોટી કાર્યવાહી જોવા મળી રહી છે. Gujarat ATS એટલે કે એન્ટી ટેરેરિસ્ટ સ્ક્વોડમ દ્વારા ડ્રગ્સ સામે મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

|
Google Oneindia Gujarati News

Gujarat ATS : ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીને લઈને ચાલી રહેલા રાજકીય ઘમાસાણ બાદ મોટી કાર્યવાહી જોવા મળી રહી છે. Gujarat ATS એટલે કે એન્ટી ટેરેરિસ્ટ સ્ક્વોડમ દ્વારા ડ્રગ્સ સામે મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. Gujarat ATS દ્વારા વડોદરા શહેરની હદમાં આવેલા એક મેન્યુફેક્ચરિંગ યુનિટ પર રેડ કરવામાં આવી હતી, જેમાં લગભગ રૂપિયા 500 કરોડની કિંમતનું ડ્રગ્સ એટલે કે, પ્રતિબંધિત એમડી ડ્રગ જપ્ત કરવામાં આવ્યું છે.

Gujarat ATS

એટીએસ અધિકારીના જણાવ્યા અનુસાર Gujarat ATS એ મંગળવારની રાત્રે વડોદરા નજીક એક નાની ફેક્ટરી અને વેરહાઉસ પર રેક કરી હતી, જે દરમિયાન પાંચ લોકોની ધરપકડ પણ કરવામાં આવી હતી. અધિકારીએ જણાવ્યું હતું કે, પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે, આરોપીઓ કાયદેસર કેમિકલના ઉત્પાદનની આડમાં એમડી ડ્રગ્સનું ઉત્પાદન કરતા હતા, જે માદક દ્રવ્યોની શ્રેણીમાં આવે છે.

અધિકારીએ જણાવ્યું હતું કે, આખી ગેંગનો પર્દાફાશ કરવા અભિયાન ચાલી રહ્યું છે. જોકે આ અંગે Gujarat ATS ના અધિકારીઓએ વધુ વિગતો આપી ન હતી. અધિકારીઓએ અગાઉ જણાવ્યું હતું કે, ATSએ આ વર્ષે ઓગસ્ટમાં વડોદરા શહેર નજીક એક ફેક્ટરીમાંથી 200 કિલો મેફેડ્રોન જપ્ત કર્યું હતું, જેની કિંમત આશરે રૂપિયા 1,000 કરોડ છે.

ગુજરાત ATSની આ કાર્યવાહી એવા સમયે કરવામાં આવી છે, જ્યારે રાજ્યમાં પ્રથમ તબક્કા માટે 1 ડિસેમ્બરના રોજ મતદાન થયું હતું. ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં બે તબક્કામાં 1 ડિસેમ્બર અને 5 ડિસેમ્બરના રોજ ચૂંટણી યોજાવાની છે. હિમાચલ પ્રદેશની સાથે ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પરિણામો 8 ડિસેમ્બરના રોજ જાહેર થશે. ગુજરાતમાં છેલ્લા 27 વર્ષથી ભાજપ સત્તા પર છે, પરંતુ આ વખતે આમ આદમી પાર્ટીની એન્ટ્રીથી રાજ્યમાં ત્રિકોણીય જામ્યો છે.

English summary
Gujarat ATS conducted a major operation, drugs worth 500 crores were seized from a factory in Vadodara
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X