For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ઉપ મુખ્યમંત્રી નિતિન પટેલે મહેબૂબી મુફ્તીને કહ્યુ - ભારત પસંદ ના હોય તો પાકિસ્તાન જતા રહો

ગુજરાતના ઉપ મુખ્યમંત્રી નિતિન પટેલે જમ્મુ કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી મહેબૂબા મુફ્તી પર પ્રહાર કર્યો છે.

|
Google Oneindia Gujarati News

વડોદરાઃ ગુજરાતના ઉપ મુખ્યમંત્રી નિતિન પટેલે જમ્મુ કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી મહેબૂબા મુફ્તી પર પ્રહાર કર્યો છે. મહેબૂબા મુફ્તીના નિવેદન પર નારાજગી વ્યક્ત કરીને નિતિન પટેલે કહ્યુ કે જો તેમને ભારત અને તેના કાયદા ન ગમતા હોય તો તેમણે સપરિવાર પાકિસ્તાન જતા રહેવુ જોઈએ. ત્યાં જાવ અને કરાંચીમાં વસી જાવ. તેમણે આગળ કહ્યુ કે મહેબૂબા છેલ્લા ઘણા દિવસોથી નિવેદનો આપી રહ્યા છે. તે ઈચ્છે તો કરજણ તાલુકાની જનતા તેમને એર ટિકિટ ખરીદવા માટે પૈસા પણ મોકલી દેશે. તો હવે તેમણે એર ટિકિટ ખરીદવી જોઈએ અને પોતાના પરિવાર સહિત કરાંચી જતુ રહેવુ જોઈએ.

nitin patel

રાજ્યના ઉપ મુખ્યમંત્રીએ મહેબૂબા મુફ્તી પર સરકારી કાર્યવાહીને યોગ્ય ગણાવીને કહ્યુ કે તમે અહીં રહો છો તે તમારે અહીંના કાયદામાં રહીને કાર્યવાહીનો સામનો કરવો પડશે. કોઈ પણ જે ભૂલ કરશે તેને સહન કરવુ પડશે. અમે મુશ્કેલીઓ પેદા કરનારા નથી ઈચ્છતા, ભલે તેમની જાતિ કે ધર્મ કંઈ પણ હોય. અમે કહી દઈએ છે કે ભારતીય જનતા પાર્ટી માટે ભારત અને તેના નાગરિકોની સુરક્ષા પ્રાથમિકતામાં છે.

પટેલે સવાલ કરીને કહ્યુ કે, 'જેમને ભારત ન ગમતુ હોય, સરકાર દ્વારા બનાવવામાં આવેલ સીએએ જેવા કાયદા લાવવા કે અનુચ્છેદ 370ને સમાપ્ત કરવાનુ પસંદ ન હોય તેમમે પાકિસ્તાન ના જતુ રહેવુ જોઈએ? બધાના માટે આ જ સારુ રહેશે. જે કોઈ પણ અહીં સુરક્ષિત કે ખુશ ન અનુભવતુ હોય તેના માટે પાકિસ્તાન છે. તેણે પાકિસ્તાન જતુ રહેવુ જોઈએ.'

ઉપમુખ્યમંત્રી ઉપરોક્ત વાતો વડોદરાની કરજણ વિધાનસભા સીટથી ભાજપ ઉમેદવાર અક્ષય પટેલના સમર્થનમાં એક રેલીને સંબોધિત કરતી વખતે કહી. તેમની આ રેલી વડોદરાના કુરાલી ગામમાં થઈ હતી. આ રેલીમાં પટેલે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની પ્રશંસા પણ કરી અને કહ્યુ કે આ બંને દેશની સુરક્ષા માટે નાગરિકતા સુધારા બિલ લાવ્યા અને અનુચ્છેદ 370ની જોગવાઈઓને સમાપ્ત કરી. કરજણ વિધાનસભા સીટ એ છે જ્યાં આગામી નવેમ્બરે પેટા ચૂંટણી થવાની છે. ગુજરાતમાં એ દિવસે કુલ 8 વિધાનસભા સીટો માટે મત આપવામાં આવશે.

શરદ પૂર્ણિમા પર ખીર બની જાય છે અમૃત, જાણો આનુ વૈજ્ઞાનિક કારણશરદ પૂર્ણિમા પર ખીર બની જાય છે અમૃત, જાણો આનુ વૈજ્ઞાનિક કારણ

English summary
Gujarat deputy cm nitin patel hits on mehbooba mufti, says - go to pakistan with family,
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X