For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

નંદેસરી વિસ્ફોટોને લઈને ગુજરાત સરકારે DNLને ક્લોઝર નોટિસ ફટકારી

વડોદરા નજીક નંદેસરી ઔદ્યોગિક વસાહતમાં આવેલી કંપનીના પ્લાન્ટમાં આગ લાગવાની ઘટના અને શ્રેણીબદ્ધ વિસ્ફોટોની ઘટનાના સંદર્ભમાં ગુજરાત સરકાર દ્વારા કેમિકલ ઇન્ટરમીડિયેટ નિર્માતા દીપક નાઇટ્રાઇટ લિમિટેડને ક્લોઝર નોટિસ આપી છે.

|
Google Oneindia Gujarati News

વડોદરા નજીક નંદેસરી ઔદ્યોગિક વસાહતમાં આવેલી કંપનીના પ્લાન્ટમાં આગ લાગવાની ઘટના અને શ્રેણીબદ્ધ વિસ્ફોટોની ઘટનાના સંદર્ભમાં ગુજરાત સરકાર દ્વારા કેમિકલ ઇન્ટરમીડિયેટ નિર્માતા દીપક નાઇટ્રાઇટ લિમિટેડ (DNL)ને ક્લોઝર નોટિસ ફટકારી છે.

dnl

ગુજરાત સરકારના શ્રમ અને રોજગાર વિભાગ હેઠળ કાર્યરત ઔદ્યોગિક સલામતી અને આરોગ્ય નિયામક (DISH) ની ઑફિસ દ્વારા જાહેર કરવામાં આવેલી નોટિસ મુજબ, DNLને જ્યાં સુધી પ્લાન્ટ અને બિલ્ડિંગ સલામતી સંબંધિત પાલન ન થાય ત્યાં સુધી ઉત્પાદન પ્રવૃત્તિઓ શરૂ કરવાની પરવાનગી આપવામાં આવશે નહીં.

ઔદ્યોગિક સલામતી અને આરોગ્યના સંયુક્ત નિયામક એસ. સી. બામણિયા જણાવ્યું હતું કે, "DNL મેનેજમેન્ટે અન્ય સલામતી પાસાઓ સિવાય પ્લાન્ટ બાદ આગની ઘટનામાં ઇમારતોની માળખાકીય સ્થિરતા સંબંધિત પ્રમાણપત્રો સબમિટ કરવા પડશે. કંપનીને સક્ષમ વ્યક્તિઓ પાસેથી ઓડિટની જરૂર પડશે. એકવાર કંપની સલામતી સંબંધિત જરૂરી દસ્તાવેજો સબમિટ કરી દે, એ પછી DISH સત્તાધિકારીના નિષ્ણાતોની એક ટીમ પ્લાન્ટનું નિરીક્ષણ કરશે અને જો ટીમને લાગશે કે, પ્લાન્ટ કામદારો માટે સલામત છે, તો બંધ કરવાની નોટિસ પાછી ખેંચી લેવામાં આવશે."

ગુરુવારની સાંજે DNLના નંદેસરી પ્લાન્ટમાં શ્રેણીબદ્ધ વિસ્ફોટ સાથે આગ ફાટી નીકળી હતી. આ ઘટનાને કારણે સાત કામદારો ઘાયલ થયા હતા અને પ્લાન્ટની આસપાસ રહેતા લગભગ 700 લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હતા. આગ ઓલવવા માટે 10 જેટલા ફાયર ટેન્ડરની જરૂર છે. પાંચ દિવસ પછી પણ વિસ્ફોટ અને આગનું કારણ હજૂ જાણી શકાયું નથી!

આ દરમિયાન DNLએ પોતાના સત્તાવાર નિવેદનમાં જણાવ્યું હતું કે, આ ઘટના નંદેસરી ફેસિલિટીમાં તેના વેરહાઉસમાં બની હતી. કંપનીની ઇમરજન્સી રિસ્પોન્સ ટીમે, સ્થાનિક સત્તાવાળાઓના સમર્થન સાથે ભાગીદારીમાં, ઘટનાના બે કલાકમાં આગ પર કાબૂ મેળવી લીધો હતો, કંપનીએ દાવો કર્યો હતો કે, પ્લાન્ટની તમામ મિલકતો અમારા વીમામાં આવરી લેવામાં આવી છે. આગના કારણની તપાસ કરવામાં આવી રહી છે અને કંપની આ બાબતની તપાસ કરી રહેલા તમામ સંબંધિત અધિકારીઓને મદદ કરવા માટે પ્રતિબદ્ધ છે. અમે અપેક્ષા રાખીએ છીએ કે, નંદેસરી ફેસિલિટી પર ટૂંક સમયમાં કામગીરી ફરી શરૂ થશે.

DNLના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર દીપક મહેતાએ દાવો કર્યો હતો કે, ફાયર ફાઇટિંગ ટીમ વેરહાઉસની અંદર આગને સારી રીતે કાબૂમાં રાખી શકે છે અને પ્લાન્ટ વિસ્તારમાં કોઈ નુકસાન થયું નથી. કંપનીએ એક ઉચ્ચ સ્તરીય ટીમની સ્થાપના કરી છે, જે સ્વતંત્ર રીતે આગ લાગવાના કારણનો અભ્યાસ કરશે અને તેનું મૂલ્યાંકન કરશે. અમે તમામ નિયમનકારી સત્તાવાળાઓ સાથે સતત સંપર્કમાં છીએ, જે બૉયલર્સ સહિત તમામ સુવિધાઓની સ્થિતિની સમાંતર સમીક્ષા અને તપાસ કરી રહ્યાં છે. અમે સાઇટની સફાઈ અને જરૂરી નિયમનકારી પરવાનગીઓ પછી તબક્કાવાર ઉત્પાદન પ્રવૃત્તિઓ શરૂ કરવાની અપેક્ષા રાખીએ છીએ.

નંદેસરી પ્લાન્ટમાં, કંપની સોડિયમ નાઈટ્રેટ તેમજ ફાઈન અને સ્પેશિયાલિટી કેમિકલ સહિત બેઝિક ઈન્ટરમીડિયેટનું ઉત્પાદન કરે છે.

વડોદરા પ્લાન્ટ ઉપરાંત, દીપક નાઇટ્રાઇટના ગુજરાતના દહેજ, મહારાષ્ટ્રના રોહા અને તલોજા અને તેલંગાણામાં હૈદરાબાદ પાસે અન્ય ચાર પ્લાન્ટ છે. કંપની આ ફેસિલિટી પર 100 થી વધુ કાર્બનિક અને અકાર્બનિક ઉત્પાદનો બનાવી રહી છે. 2 જૂનના રોજ, DNLના રૂપિયા 2 ફેસ વેલ્યુ શેરનું ટ્રેડિંગ રૂપિયા 2045ની આસપાસ થયું હતું. મંગળવારના રોજ તે રૂપિયા 1890.89 આસપાસ હતું.

English summary
Gujarat government issues closure notice to DNL over Nandesari blasts.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X