For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ગુજરાતમાં AAPની સરકાર બનશે તો આદિવાસી વિસ્તારોમાં PESA એક્ટનો અમલ : અરવિંદ કેજરીવાલ

જો આમ આદમી પાર્ટી સત્તામાં આવશે, તો ગુજરાતના આદિવાસી વિસ્તારોમાં બંધારણની પાંચમી સૂચિ અને પંચાયત (અનુસૂચિત વિસ્તારોના વિસ્તરણ) અધિનિયમ (PESA એક્ટ)નો અમલ કરવામાં આવશે.

|
Google Oneindia Gujarati News

વડોદરા : આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય કન્વીનર અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે રવિવારના રોજ ગુજરાતની જનતાને વચન આપ્યું હતું કે, જો આમ આદમી પાર્ટી સત્તામાં આવશે, તો ગુજરાતના આદિવાસી વિસ્તારોમાં બંધારણની પાંચમી સૂચિ અને પંચાયત (અનુસૂચિત વિસ્તારોના વિસ્તરણ) અધિનિયમ (PESA એક્ટ)નો અમલ કરવામાં આવશે.

kejriwal

કેજરીવાલે એ પણ ખાતરી આપી હતી કે, ગુજરાતની આદિવાસી સલાહકાર સમિતિનું નેતૃત્વ મુખ્ય પ્રધાનને બદલે સમુદાયના વ્યક્તિ દ્વારા કરવામાં આવશે, જેમ કે રાજ્યમાં બન્યું છે. તેમણે દાવો કર્યો હતો કે, આ વર્ષના અંતમાં યોજાનારી ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં સત્તારૂઢ ભાજપ અને AAP વચ્ચે સીધો મુકાબલો થશે.

આદિવાસી બહુલ છોટા ઉદેપુર જિલ્લામાં એક રેલીને સંબોધતા પહેલા વડોદરામાં પત્રકારો સાથે વાત કરતા કેજરીવાલે એમ પણ જણાવ્યું હતું કે, જો ગુજરાતમાં AAP સત્તામાં આવશે, તો દરેક આદિવાસી ગામને એક સારી સરકારી શાળા અને 'મોહલ્લા ક્લિનિક' મળશે.

દિલ્હીના મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, આદિવાસીઓની મફત સારવાર માટે આ પ્રદેશમાં મલ્ટી-સ્પેશિયાલિટી હોસ્પિટલો પણ સ્થાપવામાં આવશે. તેમણે જાતિ પ્રમાણપત્ર આપવાની પ્રક્રિયાને સરળ બનાવવા અને જેઓ માલિકી ધરાવતા નથી તેમને મકાન આપવાનું પણ વચન આપ્યું હતું.

સરકાર આદિવાસી ગામોને પણ રસ્તાઓથી જોડશે, એમ તેમણે જણાવ્યું હતું. બંધારણની પાંચમી અનુસૂચિ અનુસૂચિત વિસ્તારો અને અનુસૂચિત જનજાતિઓના વહીવટ અને નિયંત્રણને લગતી જોગવાઈઓ સાથે કામ કરે છે.

અનુસૂચિત વિસ્તારોમાં રહેતા લોકો માટે સ્વ-શાસન સુનિશ્ચિત કરવા માટે PESA કાયદો સંસદ દ્વારા 1996 માં ઘડવામાં આવ્યો હતો. રાજ્યોએ અનુસૂચિત વિસ્તારોમાં ગ્રામસભાઓને મજબૂત કરવા કાયદાના અસરકારક અમલીકરણ માટે નિયમો ઘડવાની જરૂર હતી.

કેજરીવાલે જણાવ્યું હતું કે, આઝાદીના 75 વર્ષ છતાં આદિવાસીઓ પછાત રહ્યા છે. ચૂંટણી પહેલા તેમને યાદ કરવામાં આવે છે અને બધા દ્વારા માત્ર શોષણ કરવામાં આવે છે. બંધારણ આદિવાસીઓ માટે એક અલગ સિસ્ટમની જોગવાઈ કરે છે. કારણ કે, સમુદાયની સંસ્કૃતિ અલગ છે અને તે ખૂબ જ પછાત છે.

અરવિંદ કેજરીવાલે જણાવ્યું હતું કે, કોઈપણ સરકાર ભારતીય બંધારણમાં તેમના માટે કરવામાં આવેલી જોગવાઈઓને લાગુ કરવા તૈયાર નથી. કારણ કે તેઓ હંમેશા તેમના કુદરતી સંસાધનોને હડપ કરવા આતુર હોય છે, કેજરીવાલે તેમની બે દિવસીય ગુજરાત મુલાકાતના બીજા દિવસે દાવો કર્યો હતો.

અરવિંદ કેજરીવાલે જણાવ્યું હતું કે, અમે બંધારણની પાંચમી અનુસૂચિની જોગવાઈઓને શબ્દથી શબ્દમાં લાગુ કરીશું. અમે PESA કાયદાનો પણ સખત અમલ કરીશું જે કહે છે કે કોઈ પણ સરકાર આદિવાસી વિસ્તારમાં ગ્રામસભાની સંમતિ વિના પગલાં લઈ શકે નહીં.

દિલ્હીના મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, એક આદિવાસી સલાહકાર સમિતિ છે. તેનું કામ આદિવાસી વિસ્તારોના વિકાસ પર દેખરેખ રાખવાનું છે, ભંડોળનો ઉપયોગ કેવી રીતે કરવો. કાયદો કહે છે કે, આદિજાતિ સલાહકાર સમિતિના અધ્યક્ષ આદિવાસી હશે. ગુજરાતમાં મુખ્યપ્રધાન સમિતિના વડા રહેશે. આદિવાસીઓને રોજગાર અને મફત વીજળી પણ પૂરી પાડવામાં આવશે, જેની તેમણે ગુજરાતમાં દરેકને ખાતરી આપી છે.

દિલ્હીના મુખ્યમંત્રીએ દાવો કર્યો હતો કે, આગામી ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ અને AAP વચ્ચે સીધી ટક્કર થશે. કોંગ્રેસના ઘણા નેતાઓ ભાજપમાં જોડાયા છે, ઘણા વધુ ભગવા પક્ષમાં જોડાશે, અને બાકીના ચૂંટણી પછી ભાજપમાં જોડાશે. તે ગુજરાત કોંગ્રેસનું ગુજરાત ભાજપમાં વિલીનીકરણ છે. બે પક્ષો વચ્ચેની ILU (આઈ લવ યુ)ની રાજનીતિનો અંત આવી ગયો છે. હવે તે લોકોની રાજનીતિ હશે, જે AAP કરે છે.

કેજરીવાલે જણાવ્યું હતું કે, જ્યાં એક તરફ ભાજપનું 27 વર્ષનું (રાજ્યમાં) "કુશાસન", ભ્રષ્ટાચાર અને લઠ્ઠાકાંડની ઘટનાઓ છે, તો બીજી તરફ "નવા ચહેરાઓ અને નવી આશાઓ સાથેનું નવું રાજકારણ (આપ)" છે.

દિલ્હીના મુખ્યમંત્રીએ આરોપ કર્યો હતો કે, હું તમને બાંહેધરી આપું છું કે, અમે તમારા બાળકોનું ભવિષ્ય બનાવીશું, પરંતુ જો તમે તેમને સત્તા માટે મત આપો, તો તેઓ તમને લઠ્ઠો આપશે. કારણ કે તેઓ (ભાજપ) ગુજરાતમાં (પરિણામોની) ચિંતિત છે, તેઓ દિલ્હીમાં અમને (આપ નેતાઓ) પરેશાન કરે છે.

ગુજરાતમાં AAPના મુખ્યપ્રધાન ચહેરા વિશે પૂછવામાં આવતા કેજરીવાલે જણાવ્યું હતું કે, દરેક વ્યક્તિ તેમની પાર્ટીનો મુખ્યપ્રધાન ચહેરો છે. દરેક ગુજરાતી મુખ્યમંત્રી બનશે. અમે એક નવી આશા, નવી રાજનીતિ લઈને આવ્યા છીએ. અમારો પહેલો પક્ષ છે, જે ઈમાનદારીની વાત કરે છે.

અરવિંદ કેજરીવાલ જણાવ્યું હતું કે, અન્ય કોઈ પક્ષ ઈમાનદારીની વાત કરી શકે, શાળાઓ બાંધવાનું વચન આપી શકે? જો આપણે પાંચ વર્ષમાં (દિલ્હીમાં AAP શાસનમાં) શાળાઓ બનાવી શકીએ છીએ, તો તેઓ (અન્ય પક્ષો) શા માટે નહીં કરી શકે? પરંતુ તેઓ કરશે નહીં કારણ કે તેમનો ઇરાદો સાચો નથી.

તેમણે રાજકીય વિરોધીઓ પર નિશાન સાધતા કહ્યું કે, "રેવરી" અથવા મફતમાં જેનું તેઓ તેમના પ્રચાર દરમિયાન વચન આપી રહ્યા છે.

ભાજપ સરકારે "તેમના મિત્રોના 10 લાખ કરોડ રૂપિયા" માફ કર્યા છે અને તે વધુ માફ કરવા માગે છે, પરંતુ પૈસાની અછત છે. તેથી, તેઓ હવે કહે છે કે મફત શિક્ષણ અને હોસ્પિટલોની કોઈ જરૂર નથી. હું દેશના લોકોને પૂછવા માંગુ છું કે શું તમારા બાળકોને મફત શિક્ષણ આપવું કે, તેમના મિત્રોની લોન માફ કરવી યોગ્ય છે?.

તેમણે પૂછ્યું હતું કે, કોઈનું નામ લીધા વિના, તેમણે એ પણ તપાસની માગ કરી કે, જે લોકોની લોન માફ કરવામાં આવી હતી, તેઓએ પાર્ટીને દાન આપ્યું હતું કે કેમ. શું લોન મફતમાં માફ કરવામાં આવી કે કંઈક થયું?

કેજરીવાલે જણાવ્યું હતું કે, તેમને સુપ્રીમ કોર્ટ પર વિશ્વાસ છે, જે રાજકીય પક્ષો દ્વારા આપવામાં આવતી ફ્રીબીઝ સંબંધિત અરજીની સુનાવણી કરી રહી છે. AAP કન્વીનરે જણાવ્યું હતું કે, તેઓ કોઈપણ રાજકીય પક્ષ અથવા તેના નેતાઓનો વિરોધ કરતા નથી અને તેઓ જે કરે છે તે લોકો માટે કામ કરે છે.

તેમણે કહ્યું હતું કે, બાળકો માટે શાળાઓના નિર્માણના મુદ્દે શું કોઈ મારી સામે વાંધો ઉઠાવી શકે છે? મેં ખુલ્લી ઓફર કરી હતી કે, જે કોઈ મારી પાસેથી શીખવા માગે છે, પછી ભલે તે ભાજપ કે કોંગ્રેસ (શાસિત રાજ્યો) ના મુખ્યમંત્રી હોય આવો અને શીખો. આપણો દેશ એક છે.

કેજરીવાલે "સર્વેક્ષણ" નો પણ ઉલ્લેખ કર્યો, જેમાં તેમણે દાવો કર્યો હતો કે, ગુજરાતમાં 99 ટકા લોકો મફત શિક્ષણ મેળવવા માટે સહમત છે, 97 ટકા લોકો મફત તબીબી સારવાર ઇચ્છે છે, અને 91 ટકાએ જણાવ્યું હતું કે, તેઓ મફત વીજળી મેળવવા માગે છે. સર્વે પણ દર્શાવે છે કે, અમે જે જાહેરાત કરી રહ્યા છીએ તે લોકોને પસંદ છે.

English summary
Implementation of PESA Act in tribal areas if AAP government is formed in Gujarat said Arvind Kejriwal
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X