બુલેટ ટ્રેનના નિર્માણાધીન પુલ પર અકસ્માતમાં એકનું મોત, 6 લોકો ઘાયલ
gujarat bullet train accident : વડોદરા જિલ્લાની પાસે કરજણ તાલુકામાં બુલેટ ટ્રેનના સંચાલન દરમિયાન ક્રેન દુર્ઘટના સર્જાઇ હતી. જેમાં એક મજૂરનું મોત થયું હતું, આ સાથે છ મજૂરો ઘાયલ થયા હતા.
આ ઘટનાની જાણ થતાની સાથે જ કરજણ એસડીએમ સહિત અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી ગયા હતા. ઘટના સ્થળે બચાવ કામગીરી કરવામાં આવી રહી હતી.

પ્રાપ્ત માહિતી અનુસાર, હાઈ સ્પીડ રેલ કોર્પોરેશન દ્વારા મુંબઈ-અમદાવાદ વચ્ચે બુલેટ ટ્રેન પ્રોજેક્ટનું કામ પૂરજોશમાં ચાલી રહ્યું છે. કરજણ તાલુકાના માંગરોળ સાપા પાટિયા પાસે હાલ કામગીરી ચાલી રહી છે. જ્યાં આજે મોટી ક્રેન મારફત ગર્ડર નાખવામાં આવ્યું હતું.
ક્રેનમાં ખામી સર્જાતા બુલેટ ટ્રેન પ્રોજેક્ટમાં કામ કરી રહેલા એક મજૂરનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. સૂત્રોએ એવી પણ માહિતી આપી છે કે, છ કર્મચારીઓ ઘાયલ થયા છે.
ઘટનાની જાણ થતાં કરજણ એસડીએમ, કરજણ મામલતદાર અને પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો છે, જ્યારે ઘાયલોને સારવાર માટે મોકલવામાં આવ્યા છે.
પ્રાપ્ત માહિતી મુજબ, વડોદરા નજીક કર્ઝન ખાતે મુંબઈ અમદાવાદ હાઈ સ્પીડ રેલ કોરિડોર નિર્માણ સ્થળના MAHSR C-4 પેકેજમાં, 14 કિમીના ગેન્ટ્રી લોન્ચિંગ ગર્ડર સફળતાપૂર્વક પૂર્ણ કર્યા બાદ, તેને વડોદરા નજીક તેના નવા લોન્ચિંગ સ્થાન પર ખેંચવામાં આવી રહ્યું હતું.
લોન્ચિંગ ગેન્ટ્રીને ગર્ડર ટ્રાન્સપોર્ટરની ટોચ પર લોન્ચિંગ પોઝિશન પર ખસેડવામાં આવી હતી અને ગર્ડર ટ્રાન્સપોર્ટરમાંથી સેલ્ફ-અનલોડ કરતી વખતે ફ્રન્ટ સપોર્ટ (FS)નો વ્હીલ બેઝ જામ થઈ ગયો હતો અને લોન્ચિંગ ગેન્ટ્રીનો એક ભાગ વાંકો થઈ ગયો હતો.
વ્હીલ બેઝ તપાસવાનો પ્રયાસ કરતી વખતે એક કામદાર ફસાઈ ગયો અને મૃત્યુ પામ્યો હતો. નાની ઈજાઓ સાથે અન્ય છ કામદારોને નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.












Click it and Unblock the Notifications
