For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Vadodara election result 2022 : વડોદરા જિલ્લાની 10 બેઠકોમાંથી 9માં ભાજપની જીત, 1 માં અપક્ષ ઉમેદવારની જીત

વડોદરા જિલ્લામાં આવતી વડોદરા સિટી, રાવપુરા, સયાજીગંજ, માંજલપુર, અકોટા, ડભોઇ, વાઘોડિયા, સાવલી, પાદરા અને કરજણ વિધાનસભાની બેઠકોમાં ભાજપની જીત થઇ છે. આ સાથે વાઘોડિયામાં અપક્ષ ઉમેદવારની જીત થઇ છે.

|
Google Oneindia Gujarati News

Vadodara election result 2022 : ગુજરાત વિધાન સભાની ચૂંટણી માટે હાલ મતગણતરી ચાલી રહી છે. જેમાં ભારતીય જનતા પાર્ટીને અત્યાર સુધીમાં 156 બેઠક પર જીત મળી છે. આ સાથે કોંગ્રેસને 16 બેઠક પર જીત મળી છે અને 1 બેઠક પર આગળ છે. આમ આદમી પાર્ટીને 5 બેઠક મળી છે. આ સાથે અન્યને 4 બેઠક મળી છે.

Vadodara

Vadodara election result 2022 : વડોદરા જિલ્લાની 10 બેઠકોમાંથી 9માં ભાજપની જીત

Vadodara election result 2022 : વડોદરા જિલ્લાની 10 બેઠકોમાંથી 9માં ભાજપની જીત થઇ છે. જેમાં વડોદરા જિલ્લામાં આવતી વડોદરા સિટી, રાવપુરા, સયાજીગંજ, માંજલપુર, અકોટા, ડભોઇ, વાઘોડિયા, સાવલી, પાદરા અને કરજણ વિધાનસભાની બેઠકોમાં ભાજપની જીત થઇ છે. આ સાથે વાઘોડિયામાં અપક્ષ ઉમેદવારની જીત થઇ છે.

અકોટા બેઠક

અકોટા બેઠક પરથી ભાજપના ઉમેદવાર ચૈતન્યનો વિજય થયો છે. જેમને 113312 મત મળ્યા છે. જ્યારે કોંગ્રેસના ઉમેદવાર ઋત્વિક જોશીને 35559 અને આમ આદમી પાર્ટીના ઉમેદવાર શશાંક ખરેને 10018 મત મળ્યા છે.

સયાજીગંજ બેઠક

સયાજીગંજ બેઠક પરથી ભાજપના ઉમેદવાર કેયુર રોકડિયાનો વિજય થયો છે. જેમને 122066 મત મળ્યા છે. જ્યારે કોંગ્રેસના ઉમેદવાર અમી રાવતને 38053 અને આમ આદમી પાર્ટીના ઉમેદવાર સ્વેજલ વ્યાસને 13080 મત મળ્યા છે.

મંજલપુર બેઠક

મંજલપુર બેઠક પરથી ભાજપના ઉમેદવાર યોગેશ પટેલનો વિજય થયો છે. જેમને 120133 મત મળ્યા છે. જ્યારે કોંગ્રેસના ઉમેદવાર ડૉ. તશવિન સિંહને 19379 અને આમ આદમી પાર્ટીના ઉમેદવાર વિનય ચૌહાણને 11021 મત મળ્યા છે.

રાવપુરા બેઠક

રાવપુરા બેઠક પરથી ભાજપના ઉમેદવાર બાલકૃષ્ણ શુક્લાનો વિજય થયો છે. જેમને 119301 મત મળ્યા છે. જ્યારે કોંગ્રેસના ઉમેદવાર સંજય પટેલને 38266 અને આમ આદમી પાર્ટીના ઉમેદવાર હિરેન શિર્કેને 10437 મત મળ્યા છે.

વડોદરા શહેર બેઠક

વડોદરા શહેરબેઠક પરથી ભાજપના ઉમેદવાર મનિષા વકિતનો વિજય થયો છે. જેમને 130705 મત મળ્યા છે. જ્યારે કોંગ્રેસના ઉમેદવાર ગુણવંત પરમારને 32108 અને આમ આદમી પાર્ટીના ઉમેદવાર જીગર સોલંકીને 15902 મત મળ્યા છે.

કરજણ બેઠક

કરજણ બેઠક પરથી ભાજપના ઉમેદવાર અક્ષય પટેલનો વિજય થયો છે. જેમને 83748 મત મળ્યા છે. જ્યારે કોંગ્રેસના ઉમેદવાર પ્રિતેશ પટેલને 57442 અને આમ આદમી પાર્ટીના ઉમેદવાર પરેશ પટેલને 6587 મત મળ્યા છે.

પાદરા બેઠક

પાદરા બેઠક પરથી ભાજપના ઉમેદવાર ચૈતન્યસિંહ ઝાલાનો વિજય થયો છે. જેમને 66226 મત મળ્યા છે. જ્યારે કોંગ્રેસના ઉમેદવાર જશપાલસિંહ પઢિયારને 60048 અને અપક્ષ ઉમેદવાર દિનેશ પટેલને 51109 મત મળ્યા છે.

ડભોઇ બેઠક

ડભોઇ બેઠક પરથી ભાજપના ઉમેદવાર શૈલષ મેહતાનો વિજય થયો છે. જેમને 88846 મત મળ્યા છે. જ્યારે કોંગ્રેસના ઉમેદવાર બાલકિશન પટેલને 68370 અને આમ આદમી પાર્ટીના ઉમેદવાર અજીત ઠાકોરને 7911 મત મળ્યા છે.

સાવલી બેઠક

સાવલી બેઠક પરથી ભાજપના ઉમેદવાર કેતન ઇનામદારનો વિજય થયો છે. જેમને 102004 મત મળ્યા છે. જ્યારે કોંગ્રેસના ઉમેદવાર કુલદીપસિંહ રાઉલજીને 65078 અને બહુજન સમાજ પાર્ટીના ઉમેદવાર અનિલ પરમારને 2090 મત મળ્યા છે.

વાઘોડિયા બેઠક

વાઘોડિયા બેઠક પરથી અપક્ષ ઉમેદવાર ધરમેન્દ્રસિંહ વાઘેલાનો વિજય થયો છે. જેમને 77905 મત મળ્યા છે. જ્યારે ભાજપના ઉમેદવાર અશ્વિન પટેલને 63899 અને કોંગ્રેસના ઉમેદવાર સત્યજીતસિંહ ગાયકવાડને 18870 મત મળ્યા છે.

2022ની વિધાનસભા ચૂંટણી

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં કુલ 182 બેઠકો માટે બે તબક્કામાં 1 અને 5 ડિસેમ્બરના રોજ મતદાન થયું હતું. જેમાં કુલ 1,621 ઉમેદવારો ચૂંટણી મેદાનમાં છે. પ્રથમ તબક્કામાં 89 બેઠકો પર 788 ઉમેદવારોએ ચૂંટણી લડી હતી, જેમાં 70 મહિલા ઉમેદવારો અને 339 અપક્ષોનો સમાવેશ થાય છે. આ સાથે બીજા તબક્કાની 93 બેઠકો પર, કુલ 833 ઉમેદવારો હતા, જેમાં 69 મહિલા ઉમેદવારો અને 285 અપક્ષનો સમાવેશ થાય છે.

ગુજરાતમાં કુલ 4.91 કરોડ નોંધાયેલા મતદારો છે, જેમાંથી લગભગ 51.6 ટકા પુરૂષ અને 48.4 ટકા મહિલા મતદારો છે. આ સાથે લગભગ 1,400 નોંધાયેલા ટ્રાન્સજેન્ડર મતદારોનો પણ સમાવેશ થાય છે.

ગત 2017ની ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભારતી જનતા પાર્ટીને 99 બેઠકો અને કોંગ્રેસને 77 બેઠકો મળી હતી. આ સાથે ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપની સતત છઠ્ઠી વાર જીત થઇ હતી.

English summary
Vadodara election result 2022 : BJP got 9 seats in Vadodara district
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X