વડોદરામાં ખુખાંર મગરનું રાજ, શિકાર કરતો વીડિયો વાયરલ

Vadodara flood Video: સમગ્ર ગુજરાતમાં રવિવારથી સતત ભારે વરસાદ વરસી રહ્યો છે. જે કારણે રાજ્યના અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હોવના અહેવાલો સામે આવી રહ્યા છે.

વડોદરામાં પણ ભારે વરસાદ નોંધાયો છે. જે કારણે વડોદરામાં પૂરની પરિસ્થિતિ સર્જાઈ છે. વડોદરા શહેરનો પાણી ગરકાવ થઈ ગયો છે.

હાલ વિશ્વામિત્રી નદી ભયજનક સપાટીએ વહી રહી છે. જે કારણે મગરો રસ્તા પર ભરાયેલા પાણીમાં તરતા જોવા મળી રહ્યા છે.

પુરમાં ડુબેલા વડોદરામાં હવે મગરોનું રાજ જોવા મળી રહ્યું છે. ખુંખાર મગરનો શિકાર કરતો વીડિયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો ઉતારી રહેલા બાળકોનો સંવાદ સાંભળીને લોકો રમુજી પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે.

Vadodara flood Video

ઉલ્લેખનીય છે કે, વડોદરામાં વરસી રહેલા અનરાધાર વરસાદમાં કોઇપણ સગર્ભા મહિલાને તકલીફ ન પડે તેવા પ્રયત્નો જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા કરવામાં આવ્યા છે.

હાલના સમયમાં પ્રસુતિ થવાની શક્યતા ધરાવતી આશરે 45 જેટલી સગર્ભા મહિલાઓને તંત્ર દ્વારા નજીકના આરોગ્ય કેન્દ્રમાં ખસેડવામાં આવી છે.

આ કેન્દ્રો ખાતે તબીબી નિરીક્ષણ હેઠળ સગર્ભા મહિલાઓની વિશેષ કાળજી રાખવામાં આવી રહી છે. આ સાથે વડોદરા જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા સાવચેતીના ભાગરૂપે પીવાના પાણીના સ્ત્રોતોમાં ક્લોરીનેશનની કામગીરી પણ કરવામાં આવી રહી છે.

વરસાદી પાણીથી પ્રભાવિત ગામોમાં આશ્રય સ્થાનો ઉપર રાખવામાં આવેલા ગ્રામજનોનું પણ તબીબી પરીક્ષણ કરવામાં આવ્યું છે. આ માટે આરોગ્યકર્મીઓ દ્વારા આશ્રય સ્થાનોની મુલાકાત લેવામાં આવી રહી છે.

વડોદરા શહેરમાં એક જ દિવસમાં 108 એમ્બ્યુલન્સને 285 કોલ મળ્યા હોવા છતાં, એમ્બ્યુલન્સ સેવા અટકી ન હતી. પાણી ભરાયેલા હોય તેવા વિસ્તારમાંથી 49 દર્દીઓને એમ્બ્યુલન્સના માધ્યમથી સહી સલામત હોસ્પિટલ પહોંચાડવામાં આવ્યા હતા. આ ઉપરાંત મંજુસર રોડ પર એક સગર્ભા મહિલાની એમ્બ્યુલન્સમાં જ સફળ પ્રસુતિ કરવામાં આવી હતી.

વડોદરા જિલ્લામાં નીચાણવાળા અને નદીની આસપાસ વસતા કુલ 8361 નાગરિકોને સલામત સ્થળે ખસેડી આશ્રય આપવામાં આવ્યો છે.

તંત્ર દ્વારા આ નાગરીકો માટે ભોજન, નાસ્તો સહિતની તમામ જરૂરી વ્યવસ્થાઓ સાથે તેમનું હેલ્થ સ્ક્રિનિંગ પણ કરવામાં આવ્યું છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X