For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

વડોદરાના ધારાસભ્ય યોગેશ પટેલની કારમાં લાગી આગ, શોર્ટ સર્કિટનું પ્રાથમિક તારણ

વડોદરામાં જુબેલીબાગ પોલીસ ચોકી નજીક પાર્ક કરેલી કારમાં આગ લાગી હતી. આ કોર અન્ય કોઈ નહીં પણ વડોદરાના માંજલપુરના ધારાસભ્ય અને પૂર્વ મંત્રી યોગેશ પટેલની ઇનોવા કરા હતી જેમાં મધરાત્રે આગ ફાટી નીકળી હતી. બનાવની જાણ થતાં ફાયર બ

|
Google Oneindia Gujarati News

વડોદરામાં જુબેલીબાગ પોલીસ ચોકી નજીક પાર્ક કરેલી કારમાં આગ લાગી હતી. આ કાર અન્ય કોઈ નહીં પણ વડોદરાના માંજલપુરના ધારાસભ્ય અને પૂર્વ મંત્રી યોગેશ પટેલની ઇનોવા કાર હતી જેમાં મધરાત્રે આગ ફાટી નીકળી હતી. બનાવની જાણ થતાં ફાયર બ્રિગેડ ઘટના સ્થળ પર દોડી આવી હતી અને આગ કાબૂમાં લીધી હતી.

Vadodara

અગાઉ રાજ્ય સરકારમાં મંત્રી રહી ચૂકેલા યોગેશભાઇ પટેલ પોળમાં રહે છે ત્યાં પાર્કિંગની જગ્યાના અભાવના કારણે જ્યુબિલીબાગ સર્કલ પાસે પોતાની ઇનોવા કાર પાર્ક કરે છે. બુધવારે પણ તેઓએ પોતાની કાર ત્યાં પાર્ક કરી હતી. દરમિયાન રાત્રે કારમાં એકાએક આગ ફાટી નીકળી હતી.

ધારાસભ્યને સ્થાનિક વ્યક્તિએ કારમાં આગ લાગી હોવાની જાણ કરતા તુરંત જ તેઓ સ્થળ પર દોડી ગયા હતા. કારમાં આગ કેવી રીતે લાગી તેનું ચોક્કસ કારણ જાણી શકાયું નથી. પરંતુ, પ્રાથમિક તબક્કે આગ શોર્ટ સર્કિટના કારણે લાગી હોવાનું મનાય છે. આગનું ચોક્કસ કારણ જાણવા માટે FSLની મદદ લેવામાં આવશે. કારમાં આગ લાગવાથી કાર બળીને ખાખ થઇ ગઇ છે. કારમાં કોઇ મહત્વના દસ્તાવેજ ન હતા.

English summary
Vadodara MLA Yogesh Patel's car caught fire
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X