For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

વૃદ્ધોને તેમના ઘરેથી વેક્સીનેશન સેન્ટર લઈ જઈ અપાવે છે ડોઝ, પાછા ઘરે પણ મૂકવા જાય છે ટીમ

ગુજરાતમાં વડોદરાના 'વડોદરા યુથ ફેડરેશન' ના વર્કર્સ દ્વારા 45 વર્ષથી વધુ ઉંમરના લોકોને વેક્સીન લગાવવામાં આવી રહી છે.

|
Google Oneindia Gujarati News

વડોદરાઃ ગુજરાતમાં વડોદરાના 'વડોદરા યુથ ફેડરેશન' ના વર્કર્સ દ્વારા 45 વર્ષથી વધુ ઉંમરના લોકોને વેક્સીન લગાવવામાં મદદ કરવામાં આવી રહી છે. 'વડોદરા યુથ ફેડરેશન' સાથે જોડાયેલ એક યુવકે જણાવ્યુ કે તે વૃદ્ધોને વેક્સીન અપાવવા માટે વેક્સીન સેન્ટર લઈ જઈએ છે. તેણે કહ્યુ કે જે લોકોની ઉંમર 45 વર્ષથી વધુ છે, એ લોકોને અમે વેક્સીન સેન્ટરમાં વેક્સીનનો ડોઝ અપાવીને પાછા ઘરે મૂકવા જઈએ છીએ.

corona

ન્યૂઝ એજન્સીએ વડોદરામાં ચાલી રહેલ વેક્સીનેએસન અભિયાનના ફોટા જારી કર્યા છે. તમે જોઈ શકો છો કે વૃદ્ધાને કોરોનાનુ ઈંજેક્શન લગાવવામાં આવી રહ્યુ છે. આ રીતે અન્ય વૃદ્ધોને પણ ઈંજેક્શન લગાવવામાં આવી રહ્યુ છે. ત્યારબાદ તેમને પાછા ઘરે પહોંચાડવામાં આવી રહ્યા છે. વડોદરામાં 'વડોદરા યુથ ફેડરેશન' ની અનોખી પહેલથી કંઈ અલગ પ્રકારનો પ્રયાસ અમદાવાદથી પણ સામે આવ્યો હતો. જ્યાં અમદાવાદ નગર નિગમ અને આશીર્વાદ ફાઉન્ડેશન તરફથી વેક્સીનેશન કરવામાં આવી રહ્યુ છે. આના માટે ડ્રાઈવ થ્રૂ કોવિડ વેક્સીનેશન સેન્ટર પર લોકોને તેમના વાહનમાં જ કોરોના વેક્સીન લગાવવામાં આવી રહી છે.

કોરોના કેસોમાં નજીવો ઘટાડો, 24 કલાકમાં 3.66 લાખ નવા કેસકોરોના કેસોમાં નજીવો ઘટાડો, 24 કલાકમાં 3.66 લાખ નવા કેસ

ડ્રાઈવ થ્રૂ કોવિડ વેક્સીનેશન સેન્ટરના ફોટા જાહેર કરીને ન્યૂઝ એજન્સીએ જણાવ્યુ કે નવરંગપુરા સ્ટેડિયમની બહાર 1 કિમી લાંબી લાઈન હતી જેમાં ટુ વ્હીલરને પણ એન્ટ્રી આપવામાં આવી રહી હતી. રસીકરણ દરમિયાન આશીર્વાદ ફાઉન્ડેશનના ટ્રસ્ટી કેતુલ પટેલે કહ્યુ કે તમે પોતાના કોઈ પણ વાહનમાં આવો, તેમાં વેક્સીન લો અને આરામ કરો. ગુજરાતમાં વેક્સીનેશન ડ્રાઈવ તોઘણા સમયથી ચાલી રહી છે પરંતુ અમદાવાદમાં ડ્રાઈવ થ્રૂ વેક્સીનનેશન શરૂ કરવામાં આવ્યુ છે. લોકો પોતાના વાહનમાં બેઠા બેઠા વેક્સીન લગાવી શકે તેના માટે ઘણી જગ્યાએ ડ્રાઈવ થ્રૂ વેક્સીનેશન સેન્ટર સ્થાપિત કરવામાં આવ્યા છે.

English summary
Vadodara youth federation helps 45 yrs above age people for vaccination
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X