For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ગુજરાતમાં ઘણી જગ્યાએ પૂરની સ્થિતિ, વડોદરામાં ભારે વરસાદ, જુઓ Video

વડોદાર શહેર અને આસપાસના વિસ્તારોમાં ભારે વરસાદના કારણે પૂર જેવી સ્થિતિ થઈ ગઈ છે.

|
Google Oneindia Gujarati News

વડોદરાઃ ચોમાસાના અંતિમ તબક્કામાં ગુજરાતમાં છેલ્લા ઘણા દિવસોથી ભારે વરસાદ થઈ રહ્યો છે. વડોદાર શહેર અને આસપાસના વિસ્તારોમાં ભારે વરસાદના કારણે પૂર જેવી સ્થિતિ થઈ ગઈ છે. રસ્તાઓ એવા દેખાઈ રહ્યા છે જાણે કે નાળા વહેતા હોય. બંધો, તળાવ, નદીઓના જળસ્તર વધી ગયા છે. જળસ્ત્રોતોમાં પાણીની આવક વધતા મોટાભાગના ખેડૂતો ખુશ છે. વડોદરામાં પાણી ભરાઈ જવાનો એક વીડિયો સામે આવ્યો છે. આખો વિસ્તાર પાણીથી ઘેરાયેલો અને રસ્તાઓ પાણીમાં ડૂબી ગયા છે.

ચારે તરફ પાણી જ પાણી

ચારે તરફ પાણી જ પાણી

ન્યૂઝ એજન્સીના રિપોર્ટ મુજબ રાજ્યના પંચમહાલ જિલ્લાના હાલોલમાં 3 ઈંચ વરસાદ થયો. આ રીતે અમુક જિલ્લાઓમાં 4-5 ઈંચ પાણી પણ વરસ્યુ. વરસાદનુ પાણી પાવાગઢની સીડીથી થઈને એવી રીતે વહી રહ્યુ હતુ જેમ કે કોઈ ઝરણુ હોય. આ પાણી વહીને વડોદરાની વિશ્વામિત્રી નદીમાં પહોંચ્યુ. વિશ્વામિત્રી નદી વડોદરા શહેરની વચ્ચેથી નીકળી રહી છે.

વિશ્વામિત્રી નદીનુ જળસ્તર વધ્યુ

વિશ્વામિત્રી નદીનુ જળસ્તર વધ્યુ

વિશ્વામિત્રી નદીનુ જળસ્તર વધવાના કારણે વડોદરાના નીચાણવાળા વિસ્તારોમાં પૂર જેવા જોખમ સામે ઝઝૂમી રહ્યા છે. બુધવારે સવારે નદીનુ જળ સ્તર વધીને લગભગ સાડા પંદર ફૂટ થઈ ગયુ. એક વડીલે જણાવ્યુ કે નદીનુ જળસ્તર બુધવારે સતત વધતુ રહ્યુ. શહેરની આસપાસના વિસ્તારોમાં મંગળવારે પણ સારો વરસાદ થયો જેના કારણે આજવાનુ જળસ્તર પણ બુધવારે વધીને 209.10 ફૂટ થઈ ગયુ. પાણીની આવક વધતા હવે અહીં પાણીની ચિંતા નહિ રહે.

રસ્તા પાણીમાં ડૂબ્યા, નીચાણવાળા વિસ્તારો જળમગ્ન

રસ્તા પાણીમાં ડૂબ્યા, નીચાણવાળા વિસ્તારો જળમગ્ન

ગઈ કાલે સવાર સુધી વડોદરા જિલ્લામાં ઘણા ફૂટ સુધી પાણી ભરાઈ ચૂક્યુ હતુ. 24 કલાક સુધી સતત વરસાદના કારણે વાઘોડિયામાં પાણી ભરાઈ ગયા હતા. અહીં 3 ઈંચ, સાવલીમાં દોઢ ઈંચ, ડભોઈ અને ડેસરમાં 1-1 ઈંચ વરસાદ ખાબક્યો હતો. વડોદરા-વાઘોડિયા માર્ગ પર સ્થિત એક ખાનગી સ્કૂલના રસ્તા પર વરસાદનુ પાણી ભરાઈ જતા વાહન વ્યવહાર ખોરવાયો હતો. વાઘોડિયાના પીપળિયા ગામનુ તળાવ ભરાતા ગામમાં પાણી ઘૂસી ગયા હતા.

English summary
Video: Heavy rains in Vadodara, flood situation in many areas of Gujarat
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X