For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

આઝાદી કા અમૃત મહોત્સવ હેઠળ વર્ચુઅલી ક્લાસિકલ આર્ટ સપર્ધા લોંચ કરાઇ

|
Google Oneindia Gujarati News

દેશભરમાં યોજાઇ રહેલા આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત આર્ટ ઓફ લિવિંગની સાંસ્કૃતિક શાખાના વર્લ્ડ ફોરમ ફોર આર્ટ એન્ડસ કલ્ચર WFAC દ્રારા “ઝંકૃતિ ૨૦૨૨-સંસ્કૃતિ કી ઝંકાર” કાર્યક્રમનું લોન્ચીંગ કરવામાં આવ્યું હતું.

Azadi ka amrit Mahotsav

ઝંકૃતિએ ભારતની પ્રથમ વર્ચ્યુઅલ ક્લાસિકલ આર્ટ સ્પર્ધા છે. જે હાલમાં ચાલતા આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણીના ભાગરૂપે અને ભારત સરકારના સંસ્કૃતિ મંત્રાલયના સહયોગથી શરૂ કરવામાં આવી છે. ઝંકૃતિ સ્પર્ધા વિશ્વભરમાંથી શાસ્ત્રીય સંગીત અને નૃત્યના તમામ યુવા વિદ્યાર્થીઓ અને કલાકારો માટે વૈશ્વિક સ્તર પર તેમની પ્રતિભા દર્શાવવા માટે એક પ્લેટફોર્મ રજૂ કરે છે.

આ સ્પર્ધાઓ ગાયન (શાસ્ત્રીય, હળવું અને સમુહ ગીત), વાદન (શાસ્ત્રીય વાદ્ય) અને નૃત્ય (શાસ્ત્રીય અને લોકનૃત્ય સ્વરૂપો) એમ ત્રણ વિભાગોમાં યોજાશે. જેમાં ૦૮ વર્ષથી ઓછી વયના, ૦૮ થી ૧૬ વર્ષના અને ૧૭ થી ૨૫ વર્ષની વયજૂથ ધરાવતા યુવક- યુવતીઓ ઘરેથી વિડીયો બનાવીને www.jhankriti.org વેબ સાઇટ ઉપર અપલોડ કરીને વર્ચ્યુઅલી ભાગ લઈ શકશે. આ સ્પર્ધામાં વિજેતા સ્પર્ધકો માટે ૨૧ લાખ સુધીના ઇનામો રાખવામાં આવ્યા છે. આ સ્પર્ધામાં ભાગ લેવા માટે 15 ઓગસ્ટ સુધી ઓનલાઇન રજિસ્ટ્રેશન કરવાની અને વિડીયો અપલોડ કરી શકાશે.

English summary
Virtual Classical Art Competition Launched Under Azadi Ka Amrit Mohotsav
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X