આમ આદમી પાર્ટીના ઉદયથી ભાજપની હિન્દુત્વની રાજનીતિનો અસ્ત !!
ગુજરાત એટલે ભાજપનો રાજકીય ગઢ અને હિન્દિત્વની પ્રયોગશાળા મનાતું રાજ્ય છે. જ્યાંથી, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાજકીય કારકિર્દીની શરૂઆત કરી અને ગુજરાતના મુખ્યમંત્રી બન્યા તથા દેશના વડાપ્રધાન પદે પહોચ્યા છે. સામાન્ય રીતે ગુજર
ગુજરાત એટલે ભાજપનો રાજકીય ગઢ અને હિન્દિત્વની પ્રયોગશાળા મનાતું રાજ્ય છે. જ્યાંથી, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાજકીય કારકિર્દીની શરૂઆત કરી અને ગુજરાતના મુખ્યમંત્રી બન્યા તથા દેશના વડાપ્રધાન પદે પહોચ્યા છે. સામાન્ય રીતે ગુજરાતમાં ભાજપનો ચૂંટણીનો મહત્વનો મુદ્દો હિન્દુત્વની આસપાસ રહ્યો છે. 2002ના રમખાણો બાદ આ મુદ્દાને વધુ હવા મળતી રહી અને ભાજપ તથા કોંગ્રેસ એકબીજા સમુદાયના વોટ અંકે કરવા તેને દર ચૂંટણીમાં ઉછાળતા રહ્યા હતા.

ત્યારે, હવે 2022ની ચૂંટણીમાં ગુજરાતમાં માહોલ ઘણો અલગ છે. ભાજપના આ હિન્દુત્વના મુદ્દાને ઉછાળવામાં આવે તો પણ લોકો સુધી જઇ શકતો નથી. આમ આદમી પાર્ટી રાજ્યના લોકોની સમસ્યાને ઉજાગર કરવા પ્રયાસ કર્યા છે. કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીની જનતાના વાસ્તવિક મુદ્દાની લડાઇમાં ભાજપને ઉતરવા મજબુર થવું પડ્યું છે. ભાજપના પ્રયાસ છતાં સાંપ્રદાયિક મુદ્દા ચૂંટણીના મુખ્ય મુદ્દા બની શકતાં નથી. ત્યારે, જો રાજ્યના વાસ્તવિક મુદ્દા પર ચૂંટણી યોજાશે તો ભાજપ માટે જનતાના વાસ્તવિત પ્રશ્નોના જવાબો આપવા અઘરા બની રહેનાર છે. ત્યારે, આ 2022ના જંગમાં પરીણામ જે પણ હોય પરંતું, નવી શરૂઆતની રાજનીતિથી ગુજરાતમાં સ્વચ્છ લોકશાહી પ્રણાલી વિકસી શકશે!!












Click it and Unblock the Notifications
